એસ.ટી. કર્મચારી મંડળ જૂનાગઢ વિભાગનાં મહામંત્રી દિલીપભાઈ રવિયાની યાદી જણાવે કે એસ.ટી. નિગમનાં કર્મચારીઓનાં જુદા-જુદા પડતર પ્રશ્નો માટે એસ.ટી. કર્મચારી મહામંડળ અમદાવાદનાં આગેવાનો દ્વારા નિગમનાં મેનેજીંગ ડાયરેકટરને રજૂઆત કરવામાં આવેલ છે. જેમાં કર્મચારીઓનાં પડતર પ્રશ્નોમાં જે કર્મચારીઓનાં ડીફોલ્ટ કેસ સબબ બદલી કરાયેલ હતી અને તેમનાં કેસ પૂર્ણ થયેલ છે તેવા તમામ કર્મચારીઓને ફરી વતનનાં વિભાગમાં મુકવા, જે કર્મચારીઓ અનફીટ હોય તેમને જીલ્લા સિવીલ સર્જનનાં સર્ટીફીકેટને આધારે ફરજાે આપવી, ગંભીર પ્રકારની બિમારી સબબ સ્પેશ્યલ કેસમાં બદલી માટે જે કર્મચારીઓએ માંગણી કરેલ છે તેવા કેસો સંદર્ભે તાત્કાલીક કાર્યવાહી કરવી, નિગમમાં ઘણા ટાઈમથી મીકેનીક સાઈડનાં કર્મચારીઓની ભરતી થયેલ ન હોવાથી જૂનાગઢ વિભાગનાં મીકેનીક કક્ષાનાં કર્મચારીઓને ન્યાય મળેલ નથી જે બાબતે સહાનુભુતી પૂર્વક વિચારણા કરવા, મધ્યસ્થ કચેરી ખાતેથી જે કર્મચારીઓની બદલી થયેલ છે તેવા કર્મચારીઓને ફરી મૂળ કાર્યસ્થળ ખાતે મૂકવા, વર્ગ-૪નાં કર્મચારીઓને બોનશ ચૂકવવા, પ ટકા ડીએ એરીયર્સ સહિત બાકી લેણાં ચૂકવવા, આશ્રીત ઉમેદવારે જે કક્ષા માટે અરજી કરેલ હોય તે કેટેગરીમાં ભરતીની મંજુરી સરકાર દ્વારા ના આવતી હોય તેને લાયકાત મુજબનાં દસ્તાવેજાે રજૂ કર્યા બદલ કેટેગરી બદલી આપવી, સ્વર્ગસ્થનાં આશ્રીત કર્મચારીઓને રૂા.૬ લાખને બદલે રૂા.૦૮ લાખ નાણાંકીય પેકેજ ચૂકવવા તેમજ ડ્રાયવર, કંડકટર તથા હેલ્પર કક્ષા માટે કોમ્પ્યુટર લક્ષી સીસીસી પરિક્ષામા માફી આપવા તથા જે આ પરિક્ષા પાસ ન હોય તેવા કર્મચારીઓને છુટા કરવા નોટીશ અપાયેલ છે તે નોટીશ રદ કરવા રજૂઆત કરવામાં આવેલ હતી. કામદારોનાં પડતર પ્રશ્નો માટે નિગમનાં એમ.ડી. દ્વારા હકારાત્મક વલણ રાખી સત્વરે આ પ્રશ્નોનાં નિરાકરણ માટે ખાત્રી આપતા એસ.ટી. કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાયેલ છે તથા કર્મચારી મહામંડળની કામગીરીને બિરદાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews