જૂનાગઢ જિલ્લાના મધ્યમવર્ગીય પરિવારોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વધારાના ઘઉં, ચોંખા વિનામૂલ્યે વિતરણ કરવામાંઆવી રહયું છે. આજ તા.૨૫ ના રોજ રાશનકાર્ડના છેલ્લા નંબર ૯ અને ૦ હોય તેમને અનાજ વિતરણ કરવામાં આવેલ છે. તેમજ બાકી રહેતા તમામ રેશનકાર્ડધારકોને તા. ૨૬ થી તા.૩૧ ઓગસ્ટ સુધીમાં મેળવી લેવાનું રહેશે. જિલ્લા પૂરવઠા અધિકારીશ્રી જૂનાગઢની યાદીમાં જણાવ્યા મુજબ રેશનકાર્ડ ધારક પૈકી કોઈ એક સભ્ય પોતાના આધારકાર્ડ તેમજ અસલ રાશનકાર્ડ સાથે રાખી સંબંધિત દુકાનેથી અનાજનો જથ્થો મેળવી શકશે. સરકાર દ્વારા તમામ નાગરિકોને અનાજ લેવા જતી વખતે સોશિયલ ડિસ્ટન્સના નિયમ મુજબ ફરજીયાત એક મીટરનું અંતર રાખવા અનુરોધ કરવામાં આવે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews