છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાત રાજયમાં મોટા પ્રમાણમાં રોડ રસ્તાઓનું ધોવાણ થઈ ચુકેલ છે જેના કારણે સમગ્ર રાજયની પ્રજા ત્રાહીમામ પોકારી ચુકેલ છે. ખરાબ રસ્તાઓ બાબતે ઘણા લોકો દ્વારા અવાર-નવાર સરકારને ઘણી રજુઆતો કરેલ છે. પરંતુ સરકાર દ્વારા ખરાબ રસ્તાઓ અંગે કોઈ નકકર પગલાઓ લેવાયેલ નથી જેના કારણે જૂનાગઢના યુવા એડવોકેટ પ્રતિકભાઈ જે. રાવલ દ્વારા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીશને પત્ર દ્વારા ગુજરાત રાજયના ખરાબ રસ્તા બાબતે રજુઆતો કરવામાં આવેલ છે અને જણાવેલ છે કે, સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવતા રોડ રસ્તાઓ એટલા નબળા બનાવવામાં આવે છે કે માત્ર એક સારો વરસાદ થતા મસ મોટા ગાબડાઓ (ખાડા) ભુવાઓ પડવા લાગે છે. ઘણા રોડ રસ્તાઓ ગેરંટી પીરીયડમાં હોવા છતા પણ રીપેર કરવામાં આવતા નથી. થોડા સમય પહેલાના એક સર્વે મુજબ ભારત દેશમાં સરેરાશ રોજના નાના મોટા ૪૦૦ થી પ૦૦ અકસ્માતો થાય છે. જે આંકડાઓમાં ગુજરાતનો પણ સિંહફાળો છે. અને તેમાં વધારે પડતા અકસ્માતો એકમાત્ર ખરાબ રોડ રસ્તાઓને કારણે થઈ રહયા છે. અને આ આંકડાઓ દિવસેને દિવસે વધી રહયા છે. એડવોક્ટ પ્રતિકભાઈ જે. રાવલ દ્વારા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીશને એવી પણ રજુઆત કરવામાં આવેલ કે હાલમાં સર્જાયેલા કોવિડ-૧૯ની મહામારીથી વધારે ખરાબ રસ્તાઓનો પ્રશ્ન મહામારી ભર્યો છે કેમકે, કોવિડ-૧૯ની મહામારી છેલ્લા છ માસથી જ આવેલ છે અને તેના ઉપર થોડા સમય પછી નિયંત્રણ પણ થઈ શકશે. જયારે તેની સામે ખરાબ રોડ રસ્તાઓના પ્રશ્નો ઘણા વર્ષો જુના છે અને જાે તેનું નિરાકરણ નહી કરવામાં આવે તો ખુબજ મોટી મહામારી સર્જાતી રહેશે. ગુજરાત રાજયમાંથી પસાર થતા નેશનલ હાઈવે ખાતે પણ મસ મોટા ટોલટેક્ષ ઉઘરાવવામાં આવે છે. છતા યોગ્ય રસ્તાઓ બનાવવામાં નથી આવતા જેના કારણે ઘણા હાઈવેઓ પણ ખુબજ ભયાનક પરિસ્થિતિમાં મુકાય ગયેલા છે. ખરાબ રસ્તાના કારણે લોકોનું સ્વાસ્થ્ય પણ અતિ જાેખમમાં મુકાયેલ છે. અને કોવિડ-૧૯ની મહામારી વચ્ચે લોકોનું સ્વાસ્થ્ય પણ અતિ જાેખમમાં મુકાયેલ છે અને કોવિડ-૧૯ની મહામારી વચ્ચે લોકોએ અકસ્માતો થતા હોસ્પિટલમાં ખર્ચાઓ કરવા પડે છે અને વાહનોના વેરંટેજ પાછળ લોકોએ ખર્ચા કરવા પડી રહયા છે એક માત્ર જાે ખરાબ રોડ રસ્તાઓનો પ્રશ્ન હલ કરવામાં આવે તો અનેક પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય તેમ છે અંતે પ્રતિકભાઈ જે. રાવલ દ્વારા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીશ પાસેથી એવી માંગણી કરેલ છે કે ગુજરાત હાઈકોર્ટ પોતાના પાવરનો ઉપયોગ કરીને સરકારને એવો હુકમ કરી આપે સમગ્ર ગુજરાત રાજયના તમામ રોડ રસ્તાઓ સરકાર દ્વારા નવા અને મજબુત બનાવવામાં આવે. રોડ વચ્ચે ભરાતા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે, રોડ બનાવવા માટે અપાતો કોન્ટ્રાકટ યોગ્ય વ્યકિતઓને જ આપવામાં આવે અને તે બાબતે સરકાર દ્વારા નવા નિતી નિયમો પણ બનાવવામાં આવે તથા સરકાર દ્વારા એક વોટસએપ નંબર પણ પ્રજા માટે જાહેર કરવામાં આવે કે જે નંબર ઉપર લોકો રોડ રસ્તા બાબતે ફરીયાદો કરી શકે તેમજ ગેરંટી પીરીયડના રોડ તાત્કાલીક ધોરણે બનાવવામાં આવે તથા રોડના નિર્માણ બાદ રોડ બન્યાની તારીખ, રોડ બનાવનાર કોન્ટ્રાકટરનું નામ, મોબાઈલ નંબર, સરનામું, રોડનું ટેન્ડર આપનારની વિગતો, રોડ ખર્ચ અંગેની વિગતો અને ગેરંટી પીરીયડની માહિતી એક બોર્ડમાં દર્શાવવી ફરજીયાત કરવામાં આવે તેવી અનેક લોક કલ્યાણ અંગેની રજુઆતો એડવોકેટ પ્રતિકભાઈ જે. રાવલ દ્વારા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીશને કરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews