જૂનાગઢ જીલ્લામાં ભારે વરસાદને પગલે કલેકટર દ્વારા વિવિધ વિભાગોને તાકીદ કરાઈ

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે કલેકટર ડો. સૈારભ પારઘી દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ ને તાકીદ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં હજુ પણ આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભારે વરસાદના કારણે હાલ જૂનાગઢ જિલ્લાના તમામ ડેમો ફુલ થઇ ગયા છે. તેમજ નદીઓના પાણીના વહેણ ભયજનક સપાટી ઉપર વહી રહેલ છે. ત્યારે આવા સમયે નદીના પટમાં કોઈ અવરજવર ન કરે તેમજ કોઝવે પુલ ઉપરથી પાણી વહેવા સમય લોકો અવર જવર ન કરે એ માટેની સુચનાઓ કલેકટર શ્રી દ્વારા સંબંધિત વિભાગને આપવામાં આવી છે. ઉપરાંત હાલ વરસાદના કારણે ઓવર ટોપિંગથી બંધ થયેલ રસ્તાઓ ઉપર વાહન વ્યવહાર કે લોકોની અવરજવર ચાલુ ન રહે તે માટે જરૂરી પોલીસ, રેવન્યુ તેમજ માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓનો બંદોબસ્તની સૂચના પણ આપવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!