જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે અડધાથી ૩ ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. ભારે વરસાદના કારણે સ્ટેટ હાઈવેના ૪ રસ્તા અવરજવર માટે બંધ રાખવામાં આવેલ છે. નદીના પટ, કોઝવે માં પણ અવરજવર નહીં કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સૂચના અપાઈ છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં કયાંક હળવા તો કયાંક ભારે ઝાપટા વરસાદના પડી રહેલ છે. જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે પડેલ વરસાદમાં વંથલી અડધો ઈંચ, માંગરોળ અડધો ઈંચ, જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દોઢ ઈંચ, વિસાવદરમાં બે અને ભેસાણમાં ૩ ઈંચ વરસાદ પડેલ છે. ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપુર આવેલ છે અને ડેમો છલકાઈ ગયા છે. ભારે વરસાદને પગલે ડેમોના દરવાજા પણ ખોલવામાં આવેલ છે ત્યારે લોકોને અવરજવર ન કરવા અને કોઝ-વે ઉપરથી પસાર નહીં થવા સૂચના આપવામાં આવી છે. દરમ્યાન જૂનાગઢ શહેરમાં બે દિવસથી પડેલા મુશળધાર વરસાદથી જાેષીપરા રેલવે અન્ડરબ્રીજ વાહન વ્યવહાર માટે બંધ રહેલ હોવાનું જાણવા મળેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews