રાજકોટ સર્કીટ હાઉસ ખાતે વર્ષો જુના પત્રકારોના સંગઠનની એક મહત્વની બેઠક મળી હતી અને આ બેઠકમાં સૌરાષ્ટ્ર તંત્રી સંઘના કાર્યકારી ઉપપ્રમુખ તરીકે નટુભાઈ વ્યાસની નિમણુંક કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના પત્રકારોનું વર્ષો જૂનું સંગઠન સૌરાષ્ટ્ર તંત્રી સંઘ જે રજીસ્ટર સંસ્થા છે તેની મિટિંગનું આયોજન રાજકોટ સર્કીટ હાઉસ ખાતે રાખેલ હતું તેમાં પ્રમુખના અવસાન બાદ સુરેન્દ્રનગરના આજકા પરશુરામના તંત્રી અને સમય સૌનો દૈનિકના નિવાસી તંત્રી ધીરેનભાઈ શુક્લની કાર્યકારી ઉપપ્રમુખ તરીકે નટુભાઈ વ્યાસ દ્વારા નિયુક્ત કરવાનો પ્રસ્તાવ મુકતા હાજર રહેલ સભ્યોએ મંજૂરી આપેલ છે જેમાં સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. સર્વાનુમતે બહાલી આપેલ ધીરેનભાઈ શુક્લ આર.એસ.એસના સ્વયંસેવક છે અને ઝાલાવાડ પ્રેસ કલબના પ્રમુખ છે, નરેન્દ્ર મોદી વિચાર મંચના સંગઠન મહામંત્રી ગુજરાત પ્રદેશની જવાબદારી નિભાવે છે અને મીડિયા ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયાના નેશનલ સેક્રેટરી તરીકે પણ જવાબદારી નિભાવે છે. પત્રકારોના પ્રશ્નો માટે ગુજરાત સરકાર અને મીડિયા વચ્ચે સેતુ બનીને પ્રશ્નોનું નિરાકરણ લાવશે તેવી શુભેચ્છા સૌરાષ્ટ્ર તંત્રી સંઘના તમામ સભ્યોએ શુભેચ્છા પાઠવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews