ચોરવાડ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું. પ્રમુખ તરીકે જલ્પાબેન વિમલભાઈ ચુડાસમા તથા ઉપપ્રમુખે વિરાભાઈ સરમણભાઈ વાઢેર સેવા આપતા હતા તેમની અઢી વર્ષની ટ્રમ પુરી થતા ગઈકાલે ચોરવાડ નગરપાલિકાનાં સભા ખંડમાં કોંગ્રેસ ભાજપ બંને પક્ષનાં ચુટાયેલા સભ્યો દ્વારા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસનાં ૧૭ સભ્યોનું સંખ્યાબળ ધરાવતો પક્ષ છે. અને ભાજપ ૭ સભ્ય ધરાવતો પક્ષ છે. કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રમુખ તરીકે સોમનાથનાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાનાં ધર્મપત્ની જલ્પાબેન વિમલભાઈ ચુડાસમાનું નામ નોંધવામાં આવ્યું હતું અને ઉપપ્રમુખ તરીકે ભીખાભાઈ પુંજાભાઈ પંડિતનું નામ નોમિનેટ કરવામાં આવેલ હતું. તેમજ ભાજપ પક્ષ દ્વારા પ્રમુખ તરીકે જૂનાગઢનાં સાંસદસભ્ય રાજેશભાઈ ચુડાસમાનાં મોટા બાપાનાં પુત્ર કેતનભાઈ હીરાભાઈ ચુડાસમા અને ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ મસરીભાઈ ચુડાસમાનું નામ નોમિનેટ કરવામાં આવેલ હતું. પરંતુ કોંગ્રેસ પક્ષનાં ર૪માંથી ૧પ સભ્યો દ્વારા જલ્પાબેન વિમલભાઈ ચુડાસમા તેમજ ભીખાભાઈ પુંજાભાઈ પંડિતને મત પડતા તેમને વિજેતા જાહેર કરેલ અને ભાજપનાં ૭ સભ્યો હોવાથી બહુમતી પુરવાર ન થવાથી ચોરવાડ નગરપાલિકાનાં પ્રમુખ તરીકેનું સુકાન સંભાળેલ તેમજ ભીખાભાઈ પુંજાભાઈ પંડીતએ ઉપપ્રમુખ તરીકેનું સુકાન સંભાળેલ હોવાનું જાણવા મળેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews