હાલ વૈશ્વિક મહામારી કોરોના એ સમગ્ર વિશ્વમાં કહેર મચાવ્યો છે ત્યારે લોકોની સુખાકારી સ્વાસ્થ્ય માટે સાવચેતીના પગલાં રૂપે અનેક કડક માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે જેનું પાલન કરવું દરેક નાગરિક માટે આવશ્યક જરૂરી છે. દરમ્યાન તાજેતરમાં નવ નિયુકત થયેલ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સૌરાષ્ટ્રની મુલાકાત દરમ્યાન આ ગાઈડલાઈનનું ભંગ કરી સરાજાહેર કાર્યકરોએ ટોળે વળી જાહેરમાં ગરબા રમવા ઉપરાંત સોશ્યલ ડિસ્ટન્સ ના જાળવી તેમજ ખુદ પ્રદેશ પ્રમુખે માસ્ક પહેર્યા વિના જાહેરમાં ફોટો સેશન કરી ગાઈડ લાઈનની અવગણના કરેલ છે. હાલ કોરોના સંક્રમણ અવરિત ગતિએ ફેલાઇ રહેલ છે ત્યારે જવાબદાર પક્ષના લોકોએ બે જવાબદારી ભર્યું કૃત્ય કરેલ હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરી ગુન્હો નોંધવાની માંગ સાથે જૂનાગઢ કલેકટર મારફત રાજ્ય પાલને સંબોધીને એક આવેદન પત્ર પાઠવવામાં આવેલ છે. જેમાં સી.પી.એમ.ના વરિષ્ઠ અગ્રણી બટુકભાઈ મકવાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, અગ્રણી મુન્નાબાપુ તેમજ જિશાન હાલેપોતરા સહિતના કાર્યકરો જોડાયા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews