દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાડા છ ઈંચ વરસાદ બાદ ઉઘાડ નીકળતા લોકોમાં રાહત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલ સુધી ભાદરવે અષાઢી ઘુંટાયો હતો. આજે સવારે પુરા થતાં ચોવીસ કલાક દરમ્યાન ભાણવડ તાલુકામાં સાડા છ ઈંચ (૧૬૫ મિલીમીટર), કલ્યાણપુર તાલુકામાં સાડા ત્રણ ઈંચ (૮૮ મિલીમીટર), દ્વારકા તાલુકામાં ત્રણ ઈંચ (૭૯ મિલીમીટર) અને ખંભાળિયામાં અઢી ઈંચ (૬૨ મીલીમીટર) વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારે બપોર સુધી વરસેલા મુશળધાર વરસાદ બાદ બપોર પછી મેઘરાજાએ વિરામ રાખ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!