જૂનાગઢ બહુમાળી ભવનમાં ફરજ બજાવતા ૩૦૦થી વધુ કર્મી ઉપર તોળાતું જાેખમ

જૂનાગઢ શહેરનાં સરદાર બાગ નજીક આવેલ બહુમાળી ભવનની બીલ્ડીંગમાં વિવિધ સરકારી ઓફીસો આવેલી છે અને અહીયા ૩૦૦થી વધુ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. તેમજ રોજનાં મોટી સંખ્યામાં અરજદારોની અવર-જવર રહેતી હોય છે. પરંતુ બહુમાળી ભવનની બીલ્ડીંગ બીસ્માર બની ગઈ હોવાને કારણે તેમની છત ઉપરથી મોટા પોપડા પડી રહ્યા છે. તો હાલ ભારે વરસાદને કારણે ઓફીસોમાં પાણી પણ ટપકી રહ્યું જેને કારણે કર્મચારીઓને કામ કેવી રીતે કરવું તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. ઘણા સમયથી આ બીલ્ડીંગ બિસ્માર છે તેમ છતા પણ માર્ગ અને મકાન વિભાગનાં ધ્યાને આ બાબત પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે છે ત્યારે હાલ છત ઉપરથી ટપકતા પાણીને કારણે સરકારની કામગીરીની અનેક ફાઈલો પણ પલળી રહી છે. જાે કે આ અંગે અનેક વખત અરજદારો દ્વારા ઉચ્ચ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું તેમ છતા પણ કોઈ કાર્યવાહી થતી નથી. ત્યારે છત ઉપરથી પડતા પોપડાને લઈને કર્મચારીઓમાં પણ ભય છવાયો છે. શહેરની મામલતદાર ઓફીસની સામે આવેલ બહુમાળી ભવનની બીલ્ડીંગમાં રમત-ગમત વિભાગની કચેરી, જીએસટીની ઓફીસ, નાયબ નીયામકની ઓફીસ, શીક્ષણ વિભાગની ઓફીસ, ખાણ-ખનીજ વિભાગની ઓફીસ, બાળ અને મહિલા સુરક્ષા ઓફીસ તેમજ સીંચાઈ વિભાગની ઓફીસ સહિત વિવિધ સરકારી ઓફીસો આવેલી છે. આ ઓફીસોમાં પટ્ટાવાળાથી લઈને અધિકારીઓ સુધી ફરજ બજાવી રહ્યા છે. લોકોની સમસ્યા અને કામને લઈને રોજનાં મોટી સંખ્યમાં અરજદારોની અવર-જવર રહેતી હોય છે. પરંતુ હવે ત્રણ માળની આ વિશાળ બહુમાળી ભવનનું બિલ્ડીંગ બિસ્માર બની ગયું છે. તેમનાં બિંબ-કોલમમાં પણ તિરાડો પડી ગઈ છે. તેમજ વિવિધ ઓફીસોમાં તો છત ઉપરથી પોપડા પડી રહ્યા છે. તેનાં કારણે કર્મચારીઓને ઈજા થવાનો ભય રહે છે. ત્યારે હાલ ચોમાસાનાં વરસાદનાં કારણે આ ઓફીસોની છત ઉપરથી વરસાદનું પાણી ટપકી રહ્યું છે તેને કારણે કર્મચારીઓને કામ કેવી રીતે કરવું તેવી સમસ્યા ઉભી થઈ રહી છે. છત ઉપરથી ટપકતા પાણીને કારણે અનેક ફાઈલો પલળી રહી છે. તે ઉપરાંત સીડી ઉપર પડતા પાણીને કારણે અહી આવનારા અરજદારોને અકસ્માતનો ભય સેવાય રહે છે. ઉપરથી ટપકતા પાણીને કારણે ગંદકી પણ ફેલાય છે. ત્યારે આ ઓફીસોમાં ફરજ બજાવતા કર્મચારીઓને મુશ્કેલી પડી રહી છે. ત્યારે હાલ ચોમાસામાં આ વરસાદનું પાણી છત ઉપરથી ન ટપકે તે માટેની તાત્કાલીક કામગીરી કરવી જાેઈએ તેમજ છત ઉપરથી પડતા પોપડાનું સમાર કામ કરાવવું જાેઈએ. જેને લઈને કર્મચારીઓને મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે છત ઉપરથી પડતા પોપડાને કારણે કોઈને ઈજા ન થાય તેમજ વરસાદનાં પાણીથી ફાઈલો ન પલળે તે માટે તાત્કાલીક કાર્યવાહી કરવી
જાેઈએ.
ત્રીજા માળ ઉપર સીંચાઈ વિભાગમાં ફરજ બજાવતા કર્મીઓને મુશ્કેલી
બહુમાળી ભવનનાં ત્રીજા માળ ઉપર સીંચાઈ વિભાગની ઓફીસ આવેલ છે. હાલ ચોમાસાની સીઝનને કારણે ડેમ ઉપર પાણીની અવર-જવર ઓવર ફલો થવાથી રાત-દિવસ ફરજ બજાવવાની થતી હોય છે. પરંતુ સીંચાઈ વિભાગની ઓફીસનાં છત ઉપરથી ટપકતા પાણીનાં કારણે કર્મચારીઓને કામ કરવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
કામ કરવાનાં ટેબલ ઉપર પાણી ટપકે છે જેથી ડોલ રખાય છે
બહુમાળી ભવનનાં સીંચાઈ વિભાગની ઓફીસોમાં પડતા વરસાદી પાણીને કારણે ઓફીસોમાં ટેબલ રાખવામાં આવ્યા છે ત્યાં પણ પાણી ટપકી રહ્યું છે ત્યારે કર્મચારીઓ દ્વારા કામ કરવાનાં ટેબલ ઉપર ટપકતા પાણીને રોકવા ત્યાં ડોલ મુકી દેવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!