જૂનાગઢ જીલ્લાના ચોરવાડના ગડુ ગામે અજાણ્યા ભિક્ષુકની હત્યા કેસનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે અને એક શખ્સની ધરપકડ કરી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આજરોજ એલસીબી કચેરી એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને તેમાં વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી.
તાજેતરમાં તા.૧૮-૮-ર૦ર૦ના રોજ રાત્રી દરમ્યાન ગડુ ગામે ખોરાસા ગામના નાકેથી નંદનવન હોટલ તરફ જતા સર્વિસ રોડ ઉપર એક અજાણ્યા પુરૂષની હત્યા કરાયેલ લાશ મળી આવેલ. જે અંગે ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો. અને પોલીસ દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટીની સીધી દેખરેખ હેઠળ માંગરોળ ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિતનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ તથા ચોરવાડ પોલીસે અલગ- અલગ ટીમો બનાવી તપાસની કામગીરી હાથ ધરી હતી. આ દરમ્યાન ખોરાસાગીર ગામનો જય રમેશભાઈ ચુડાસમા શકમંદ હાલતમાં હોવાની પોલીસને માહિતી મળી હતી અને ગડુ પોલીસ સ્ટેશન નજીક તેને ઝડપી લઈ તેની આકરી પુછપરછ કરતાં તેને ૧૭-૮-ર૦ર૦નાં તેના કાકી જયાબેન હરસખુભાઈ ચુડાસમા સાથે માથાકુટ થઈ હતી અને પોતાના ઘરેથી કહયા વીના નિકળી ગયો હતો અને તેના કાકી જયાબેન ચુડાસમાને મારી નાંખવા નિકળેલ હતો પરંતુ વાડીએ કુતરા અને પોતાને બીક લાગતા ખોરાસાવાડીએથી ચાલીને ગડુ ગામે આવેલ અને નંદનવન જવાના સર્વિસ રોડ પર એક અજાણ્યા ભિક્ષુક બેઠો હોય અને તેની સાથે મિત્રતાનું કહેતા નજીકમાં પડેલ સોડા બોટલ તથા પથ્થર વડે માર મારેલ અને કાળા કલર જેવા રબ્બરના પટ્ટાથી તેનું ગળુ દબાવી મોત નિપજાવ્યું હોવાની હકીકતો ખુલવા પામી હતી. પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે. વિશેષમાં ક્રાઈમ બ્રાંચનાં પો.ઈન્સ. આર.કે.ગોહીલ તથા ચોરવાડ પોલીસ સ્ટેશનના પો.સબ. ઈન્સ.કે.બી. લાલકા તથા પો.સ.ઈ.ડી.જી.બડવા તથા વા.પો.સ.ઈ. ડી.એમ. જલુ તથા હે.કો. ભરતભાઈ સોનરા, વિક્રમભાઈ ચાવડા, શબ્બીરખાન બેલીમ, ભરતભાઈ ઓડેદરા તથા સાહીલ સમા, ડાયાભાઈ કરમટા, દિવ્યેશભાઈ ડાભી, જયદિપભાઈ કનેરીયા, ભરતભાઈ સોલંકી, ડ્રા.પો.કો. માનસિંગભાઈ બારડ તથા ચોરવાડ પો.સ્ટે.ના પ્રકાશ ડાભી, દિલીપભાઈ કાગડા, પાચાભાઈ કરમટા, તથા પો.કો. ભાવસિંહ, બાલુભાઈ, સુખદેવભાઈ, પ્રવિણભાઈ તથા ડ્રાઈ.પો.કો. ભરતભાઈ તથા જીઆરડી સભ્ય સુરેશભાઈ વાળા, અજયભાઈ વાળા વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી
હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews