જૂનાગઢ જીલ્લાનો મોસ્ટ વોન્ટેડ પુંજા દેવરાજને ઝડપી લેતી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

0

જૂનાગઢ જિલ્લાનો મોસ્ટ વોન્ટેડ અને છેલ્લા દસ વર્ષથી ખુન, અપહરણ, મારામારી અને પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપી પુંજા દેવરાજ રાડાને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. આ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિંદર પ્રતાપસિંઘની સુચના તથા જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક પગલાં તેમજ નાસતા ફરતા આરોપી પુંજા દેવરાજ સને ર૦૧૧ થી ફરારી હોય તેને ઝડપી લેવા અવાર નવાર પોલીસ તંત્રને સુચનાઓ કરવામાં આવી હોય આ દરમ્યાન એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ આર.કે.ગોહિલ તથા ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને એવી પણ બાતમી મળી હતી કે પુંજા દેવરાજ રાડા પોતાના હવાલાના ટ્રક નં. જીજે ૧ર ઝેડ ૯૮૩૮માં ટ્રકમાં સીમેન્ટના ભુંગળા ભરીને નિકળેલ છે અને રાજકોટથી સુરેન્દ્રનગર તરફ રવાના છે તેવી માહિતી મળતાં એલસીબી પોલીસે ખાનગી વાહનમાં વેશપલ્ટો કરી અને રાજકોટથી ચોટીલ હાઈવે ઉપર વોચ ગોઠવી હતી આ દરમ્યાન ચોટીલા નજીક ટ્રક મળી આવતાં આ ટ્રકને મુળી ગામ નજીક અટકવતાં પુંજા દેવરાજ હેબતાઈ ગયો હતો અને ટ્રકની કેબીનમાં જ ઝડપી લીધો હતો.
પુંજા દેવરાજભાઈ રાડા મુળ જૂનાગઢ લીરબાઈપરા અને હાલ મોરબી રવાપર રોડ ઉપર રહે છે. અને તેના વિરૂધ્ધ જુદા જુદા ગુનાઓ વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. પુંજા દેવરાજ રાડાએ જૂનાગઢનાં બટુકભઈ હંસરાજભાઈ મકવાણા (રહે. જાેષીપરાવાળા)ની દિકરી સાથે પ્રેમ સંબંધ હોય જેથી તેની બીજા લગ્ન કરેલ અને ર૦૧૧માં અ શખ્સનું અરોપી તરીકે નામ ખુલતાં તેમના સસરા બટુકભાઈની ઘરે સાડા ચાર વર્ષ સુધી રહેતો હતો. ત્યારબાદ તેની પત્ની તથા સસરા બટુકભાઈ અને બીજી પત્નીથી થયેલ બાળકો સાથે રાજકોટ મોરબી જકાતનાકા પાસે રહેતો હતો અને પત્ની સાથે અવારનવાર ગૃહ કંકાસ થતો હતો. આ દરમ્યાન જૂનાગઢમાં પણ સાયર ઉર્ફે સમીર મહમદભાઈ શેખ ૬૬ કેે.વી. પાસે વાળાને ત્યાં પાંચેક મહિના રોકાયા બાદ કચ્છ-મુંદ્રા મુકામે બે થી અઢી વર્ષ રોકાયેલ અને ત્યાંથી મોરબી સલીમ ગુલમહમદ સાંધને ત્યાં રહેવા આવી ગયેલ અને સલીમ સાથે ટ્રકમાં માલસામાન ભરી અલગ અલગ રાજયોમાં ફેરામાં જતો હતો. આ દરમ્યાન એલસીબી પોલીસે પુંજા દેવરાજને ઝડપી લઈ તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પીઆઈ આર.કે.ગોહિલ, પીએસઆઈ ડી.જી.બડવા, વાયરલેસ પીએસઆઈ ડી.એમ. જલુ, પોલીસ હેડ કોન્સ. વિજયભાઈ બડવા, ભરતભાઈ સોનારા, વિક્રમભાઈ ચાવડા, શબ્બીરખાન બેલીમ, ભરતભાઈ ઓડેદરા, દેવસીભાઈ નંદાણીયા, નિકુલ પટેલ, જીતેષ મારૂ તથા સાહીલ સમા, ડાયાભાઈ કરમટા, યશપાલસિંહ જાડેજા, કરશનભઈ કરમટા, દિનેશભાઈ કરંગીયા, દિવ્યેશભાઈ ડાભી, જયદીપભાઈ કનેરીયા, ભરતભાઈ સોલંકી, મહિલા પોલીસ કોન્સ. વીણાબેન નાગાણી, ડ્રાઈવર પોલીસ કોન્સ. માનસિંગભાઈ બારડ વગેરે પોલીસ કર્મચારીઓ જાેડાયા હતા. અને કબ્જાે મેળવી જૂનાગઢ ખાતે લાવવામાં આવી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!