જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ર૬ કેસ નોંધાયા છે. ૭ દર્દીઓને હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ કરાયા છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧,પ૧૬ કોરોનાના કેસ નોંધાયા છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના નોંધાયેલા ર૬ કેસમાંથી ૧૩ કેસ જૂનાગઢ શહેર, કેશોદ અને વિસાવદર તાલુકામાં ૪-૪, જૂનાગઢ ગ્રામ્ય-૧ અને ભેસાણ, માણાવદર, માંગરોળ અને વંથલી તાલુકામાં ૧-૧ કેસ નોંધાયા છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ર૦૩ કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે જેનાં ર૦૧૯ ઘરોમાં ૭૪૦૮ લોકો વસવાટ કરી રહેલ છે. સરકારી તંત્ર કોરોનાના આંકડા છુપાવાની રમત રમી રહી છે જેથી પારદર્શક કાર્યવાહી કરવા માંગણી ઉઠી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews