ઉના પોલીસ દ્વારા માસ્ક અંગે લોકો સામે અતિરેક કરાતો હોવાની ફરીયાદ

0

સમગ્ર ભારત દેશ તથા ગુજરાતભરમાં કોવિડ-૧૯ વાયરસનું પ્રમાણ કુદકે ને ભુસકે વધતું જાય છે અને સરકારે બહાર પાડેલ જાહેરનામાની ગાઈડલાઈન મુજબ વાહનચાલકો, રાહદારીઓને માસ્ક પહેરવું ફરજીયાત છે અને લોકો પહેરે પણ છે પરંતુ ઉના ટ્રાફીક પોલીસ દ્વારા માસ્ક લોકોએ પહેર્યુ હોવા છતાં થોડું ઉપર નીચે થઈ ગયું હોય તો પણ માસ્ક ન પહેર્યાનો દંડ વસુલ કરી અતિરેક કરવામાં આવે છે અને વેપારીઓની દુકાને દુકાને જઈને દંડ વસુલાત કરવામાં આવતું હોવાથી વેપારીઓમાં આક્રોષ વ્યાપેલ છે. આ ઉપરાંત વાહનચાલકો પાસેથી વાહનના કાગળો પોલીસ દ્વારા માંગવામાં આવે છે ત્યારે સરકાર માન્ય ડીજીટલ વોકર મોબાઈલમાં બતાવવા પ્રયાસ કરે છે ત્યારે પોલીસ દ્વારા મોબાઈલ લઈ મોટા ગુન્હેગાર હોય તેવું વર્તન કરવામાં આવે છે. ત્યારે પોલીસ દ્વારા આમ આદમી માટે માનવતાનો અભિગમ દાખવવામાં આવે તેવી લોકમાંગણી ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!