સોમનાથ-ભાવનગર નેશનલ હાઈ-વે રોડમાં છેલ્લા ત્રણ મહિનાથી વરસાદ કે અન્ય કારણોસર ખાડાઓ પડી જતા અતિ બિસ્માર થઈ ગયેલ છે. ત્યારે તંત્ર દ્વારા મરામતની કામગીરી કરાતી ન હોય તેથી મંગળવારે યુવા કોળી સંગઠન ઉનાના ઉપપ્રમુખ વિનોદભાઈ બાંભણીયા તથા આગેવાનો અલ્પેશ બાંભણીયા (અપ્પુ), રસીકભાઈ ચાવડા, ભરતભાઈ શીંગડ, ધર્મેશભાઈ જેઠવા સહિતના કાર્યકરોએ બિસ્માર રોડ બાબતે લોકફાળો ઉઘરાવી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધેલું આવેદનપત્ર ઉના પ્રાંત કચેરીએ પાઠવેલ હતું અને તા.૪-૯-ર૦ સુધીમાં રોડની મરામત નહીં થાય તો આંદોલનની ચીમકી પણ આપેલ છે. અને હાઈ-વે ઓથોરીટીની ઉંઘ ઉડાવવા માટે રૂા.૧૩૧૮ના લોકફાળાનો ડ્રાફટ નેશનલ હાઈ-વેના અધિકારીને મોકલવા કાર્યવાહી હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews