બ્રહ્મસેના, દુર્ગાસેના દ્વારા વેબસાઈટ શરૂ કરાઈ

0

તા.૧પ ઓગષ્ટથી સમગ્ર વિશ્વનાં બાહ્મણોનાં યુવક-યુવતીનાં હિત માટે બ્રહ્મસેના, દુર્ગાસેના દ્વારાwww. DURGASENA.com વેબસાઈટ લોંચ કરવામાં આવી છે. એ વેબસાઈટમાં ૧ લાખથી વધુ બાયોડેટા આખા વિશ્વમાંથી મુકવાનાં છે. જેનાથી યુવક-યુવતીઓ પોતાની પસંદગીનું પાત્ર ઘરબેઠા નિઃશુલ્કમાં શોધી શકે, એવા ઉદેશ્યથી સમગ્ર વિશ્વનાં બ્રાહ્મણ યુવક-યુવતી માટે દુર્ગાસેના, બ્રહ્મસેના દ્વારા આ સેવાકીય પ્રવૃતિનું આયોજન થઈ ચુકયું છે. તેમજ ઉપર મુજબની વેબસાઈટ(www. DURGASENA.com) બ્રહ્મસેનાની મહિલા પાંખ દુર્ગાસેના સંચાલીત છે. તો જેમ બને તેમ આ વેબસાઈટમાં યુવક-યુવતીઓનાં બાયોડેટા વહેલી તકે ઈનપુટ કરવા સમાજનાં સર્વ ભૂદેવ ભાઈ-બહેનો તેમજ બ્રહ્મ સેવકો, આગેવાનોને નમ્ર અપીલ છે. તેમજ પોત-પોતાનાં ગામ-શહેર કે જીલ્લા વાઈઝ પોતાનાં સમાજની વાડીઓમાં પણ બેસીને ઓનલાઈન આ બાયોડેટા ઈનપુટ કરવાનું કાર્ય કરાવી શકે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!