મૂળ માધવપુરનાં કડછ વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષિય જીણીબહેન પરમારે જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં ૩ બાળકીઓને જન્મ આપ્યો છે. ગર્ભવસ્થાના સાત મહિના સુધી સોનોગ્રાફી સહિતની તપાસ કરાવવા આનાકાની કરનાર જીણીબહેને કડછ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય સ્ટાફ, મેડિકલ ઓફીસરની સમજાવટ બાદ સોનોગ્રાફી માટે તૈયાર થયા હતા. ગર્ભવસ્થાનાં સાતમાં મહિને સોનોગ્રાફી દરમ્યાન ખ્યાલ આવ્યો કે, ગર્ભમાં ૩ બાળકો છે. સગર્ભાનું હિમોગ્લોબીન પણ માત્ર ૫.૭ ટકા જ છે. પણ કડછ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓનાં પ્રયાસથી સગર્ભાને જૂનાગઢની સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા. હોસ્પિટલે જીણીબહેને નોર્મલ ડિલીવરીમાં ફૂલ જેવી ત્રણ બાળકીઓને જન્મ આપ્યો હતો. હાલ માતા અને ત્રણેય બાળકીઓ તંદુરસ્ત છે અને હોસ્પિટલથી રજા પણ આપવામાં આવી છે. પોરબંદર જીલ્લાના કડછ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઓફિસર ડો. ઇબ્રાહિમ મજેઠીયા તથા આરોગ્ય કર્મીઓ તથા આગેવાનોની મહેનતના કારણે જીણીબહેને સોનોગ્રાફી કરાવી હતી અને તપાસ દરમ્યાન ગર્ભમાં ૩ બાળકો હોવાનું તથા હીમોગ્લોબીન ઓછુ હોવાનું સામે આવ્યું હતું પણ આરોગ્ય કેન્દ્રના સ્ટાફની સમજાવટ રંગ લાવી અને જીણીબહેને ત્રણ તંદુરસ્ત બાળકીઓને જન્મ આપ્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews