ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં કુલપતિ ડો.ચેતન ત્રિવેદી દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઉપયોગી માર્ગદર્શન

0

તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ જાહેર કરવામાં આવી છે. ભારતનું ભવિષ્ય ઘડતી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે આજ તા.૨૬-૦૮-૨૦૨૦ના રોજ સાંજે ૬ઃ૦૦ વાગ્યે ડીડી ગિરનાર ચેનલ ઉપર ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના કુલપતિ ડો. ચેતન ત્રિવેદી દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે.
આ માર્ગદર્શનમાં ‘સર્વગ્રાહી અને બહુવિષયક શિક્ષણને અગ્રીમતા શીર્ષક હેઠળ સમાજોપયોગી સંવાદ સાંભળવા મળશે. દેશના ઉજળા ભવિષ્ય માટે ક્યાં પ્રકારનું શિક્ષણ જરૂરી છે ? કેવું અને ક્યાં મોડમાં શિક્ષણ હોવું જોઈએ ? કેટલા ક્યાં-ક્યાં તથા કેવા પ્રકારના વિષયોમાં શિક્ષણ આપવું જોઈએ ? વિદ્યાર્થીઓની કારકિર્દીમાં કેવા પ્રકારનું શિક્ષણ ઉપયોગી બનશે ? વગેરે બાબતે ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત સર્વલક્ષી શિક્ષણ, મલ્ટી ડીસીપ્લીનરી એજ્યુકેશન, ભારતની ભવ્ય સંસ્કૃતિ ઉજાગર કરતી ગુરૂ-શિષ્ય પરંપરા આશ્રમ પરંપરા વગેરે બાબતો પણ હાલના સમયના સંદર્ભમાં સંવાદરૂપે રજૂ થશે. કુલપતિ ડો.ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે “ જે લોકો કામ કરે છે તેને સમયની ખોટ પડતી નથી. કામની પ્રાયોરિટી નક્કી કરવી જરૂરી છે” ઉપરોક્ત સંવાદ ઈન્ડીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન(IITE) ગાંધીનગર તથા દૂરદર્શન (ડી. ડી. ગિરનાર)ના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!