જૂનાગઢ શહેર અને જિલ્લામાં ચોમાસાની ચાલુ સિઝનમાં મેઘરાજાએ કૃપા કરી છે અને ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગષ્ટ માસ હજુ પૂર્ણ થાય તે પહેલાં જ ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાઈ અને ૧૮૧ ટકા વરસાદ વરસી ગયો છે.
જૂનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કયાંક ભારે તો કયાંક હળવા ઝાપટા અને અનરાધાર વરસાદને પગલે સરેરાશ વરસાદ વધુ પડતાં પીવાના પાણી, ખેડૂતોને પિયતની સમસ્યા હલ થઈ ગઈ છે. હજુ પણ ચોમાસાની સિઝન બાકી હોય અને આકાશમાં સર્વત્ર મેઘાવી માહોલ છવાયેલ રહેતો હોય વધુ વરસાદ થઈ શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને પગલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં ડેમ, નદી, નાળા છલકાઈ જવા પામેલ છે. કેટલાક સ્થળે અનરાધાર વરસાદને પગલે પાણી ભરાયા હોવાના બનાવો બનેલ છે. ચોમાસાની સિઝન પૂર્ણ થાય એ પહેલાં જ ગત વર્ષની સરખામણીમાં સરેરાશ વરસાદ વધારે પડતાં સર્વત્ર આનંદની લાગણી ફરી વળી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews