ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના ૧૯ નવા પોઝીટીવ કેસો આવ્યા છે જયારે ૧ દર્દીનું મૃત્યું નિપજેલ છે. સારવાર હેઠળના ૩૪ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા છે. તો બીજી તરફ વેરાવળની સબ જેલમાં પણ ૯ જેટલા કેદીઓ કોરોના પોઝીટીવ આવતા તંત્રમાં ખળભળાટ મચ્યો છે. જીલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક ૯૫૭ ઉપર પહોંચેલ છે.
ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકાઓ પૈકી જીલ્લામથક વેરાવળ-સોમનાથમાં ભયજનક રીતે કોરોનાના કેસો વધી રહયા છે જેમાં છેલ્લા પંદરેક દિવસમાં જીલ્લામાં આવેલા કેસોમાં સૌથી વધુ કેસ વેરાવળ-સોમનાથમાંથી આવ્યા છે. આ સીલસીલો હજુ પણ ચાલુ રહયો છે. જીલ્લાના ચાર તાલુકામાંથી કુલ ૧૯ કોરોના પોઝીટીવ કેસો આવ્યા છે જેમાં વેરાવળમાંથી -૯, ઉના -૪, સુત્રાપાડા -૩, કોડીનાર -૩ પોઝીટીવ દર્દીઓ મળી આવ્યા છે. જયારે વેરાવળના એક દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજેલ છે. જો કે, કોરોનાની સારવારમાં રહેલ વેરાવળના ૧૯, સુત્રાપાડાના ૨, કોડીનારના ૩, ઉનાના ૩, ગીરગઢડાના ૭ મળી કુલ ૩૪ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરી દેવાયેલ છે.
વેરાવળમાં કોરોના કાબુ બહાર હોવાની પુષ્ટી કરતો કીસ્સો સામે આવ્યો છે. જેમાં ગઈકાલે વેરાવળની સબજેલમાં રહેલા ૯ જેટલા કેદીઓ એકસાથે પોઝીટીવ આવતા તંત્રમાં ખળભળાટ મચ્યો છે. સબજેલમાં કુલ ૫૦ જેટલા કેદીઓ સજા ભોગવી રહેલ છે જે તમામના ગઇકાલે કોરોનાના ટેસ્ટ કરાવવામાં આવેલ હતા. જેમાંથી ૪૧ કેદીઓનો રીપોર્ટ નેગેટીવ આવેલ જયારે ૯ કેદીઓનો પોઝીટીવ રીપોર્ટ આવતા તંત્રમાં હડકંપ જેવી સ્થિતિ પ્રર્વતી હતી. જો કે, તાબડતોડ તમામ નવેય કેદીઓને સારવાર અર્થે કોવીડ હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews