વેરાવળમાં ગૌવંશના ગુનામાં છએક માસથી નાસતા ફરતા આરોપીને સીટી પોલીસની સર્વેલન્સ સ્કોર્ડે પકડી પાડી જેલ હવાલે કરેલ છે. આરોપી સામે પાસા મંજુર થયેલ હોય તે બાબતે પણ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે માહિતી આપતા સીટી પીઆઇ ડી.ડી.પરમારે જણાવેલ કે, શહેરમાં નોંઘાયેલ ગુનાના નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા રેન્જ આઇજી મનીંદરસિંહ, પોલીસવડા રાહુલ ત્રીપાઠીની કડક સુચના અન્વયે સર્વેલન્સ સ્કવોડના નટુભાઇ બસીયા, દેવદાનભાઇને મળેલ સંયુકત બાતમીના આધારે પીએસઆઇ એચ.બી.મુસાર સહિતના સ્ટાફે શહેરમાંથી ગૌવંશના ગુનાનો આરોપી રફીક ઉર્ફે ટમેટા સતારભાઇ ચૌહાણ (રહે.ગોદરશા કોલોની-વેરાવળવાળા)ની ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપી સામે વેરાવળ સહિતના પોલીસ સ્ટેશનોમાં ચારેક આઇપીસી, પશુ સંરક્ષણ, પશુ ઘાતકી કરણ અને ધી પ્રાણી ક્રુરતા નિવારણ (કતલખાના) નીયમો હેઠળ ગુના નોંધાયેલ હતા. જેમાંથી વેરાવળ પોલીસ માં નોંધાયેલ ગુનામાં છ માસથી નાસતો ફરતો હતો. આરોપી રફીક ઉર્ફે ટમેટા સામે અગાઉ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા પોલીસ અધીક્ષક મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલાવેલ હતી. જે મંજુર થઇ ગયેલ હોવાથી આરોપી ટમેટા સામે ધોરણસરની કાર્યવાહી કર્યા બાદ પાસા હેઠળ અટકાયત કરવા તજવીજ હાથ ધરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews