જૂનાગઢ જીલ્લાનાં બાંટવા તાબેનાં સીતાણા ગામે ઘર ફોડીનાં બનાવ બનેલ છે. આ બનાવ અંગે બાંટવાનાં પીએસઆઈ કે.કે.મારૂ અને સ્ટાફે તાત્કાલીક તપાસ હાથ ધરી અને ચોરીનાં બનાવમાં સડોવાયેલા શખ્સની ધરપકડ કરી તેની ઉલટ તપાસ લેતા અન્ય ચાર ચોરીનાં ભેદ પણ ઉકેલાય ગયા છે. આ બનાવ અંગે પોલીસે આપેલ વિગત અનુસાર જૂનાગઢ જીલ્લામાં બનતા મીલકત સબંધીત ગુના અટકાવવા તથા અનડીટેક ગુના શોધી કાઢવા જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહા નિરીક્ષક મનીદરસીંગ પવાર તેમજ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક જે.બી.ગઢવીનાં માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવતી હતી. આ દરમ્યાન બાંટવા તાબેનાં સીતાણા ગામનાં મનસુખભાઈ મેવાડા બહાર ગામે ગયેલ હોય ત્યારે તેમનાં મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અને અજાણ્યા શખ્સે સોનાનાં ચેન બે, રૂા.પરપ૦૦ તથા રોકડા ૯૦૦૦ હજાર મળી રૂા.૬૧પ૦૦નાં મુદામાલની ચોરી કરી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધવતા બાંટવા પોલીસ સ્ટેશનનાં કાર્યદક્ષ પી.એસ.આઈ. કેે.કે.મારૂ અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી અને આ દરમ્યાન પીએસઆઈ કે.કે.મારૂ તથા પોલીસ કોન્સટેબલ જીણાભાઈ ગરેજાને હીરાભાઈ મેવાડા નામનાં શખ્સની હીલચાલ અંગે માહિતી મળી હતી. હીરાભાઈ મેવાડાને પોલીસ સ્ટેશન લાવી તેની આગવી ઢબે પુછપરછ કરતા આ શખ્સે ચોરીની કબુલાત આપી હતી તેમજ સોનાનાં બે ચેન, રોકડ રૂા.૧ર૦૦ તથા રાજકોટ ખાતેથી ચોરી કરેલ સ્પેલન્ડર મોટરસાઈકલ વગેરે મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. આરોપીનો કોવિડ-૧૯ ટેસ્ટ કરાવી અને તેનો રીર્પોટ નેગેટીવ આવતા તેની અટક કરી છે. પોલીસ પુછપરછમાં બહાર આવેલ વિગત અનુસાર આ શખ્સ રાજકોટ કડીયા કામ કરતો હતો અને ત્યાં મોટરસાઈકલ ચોરી કરી હતી. આઠેક માસ પહેલા સીતાણા ગામે ઘરફોડી કરેલ અને આ ઉપરાંત સીતાણા ગામનાં પાદરમાં ગોધરીયા મજુર રહેતા હોય તેમનાં ઝુંપડા ખાલી હોય ત્યારે રૂા.૪પ૦૦ની ચોરી કર્યાની કબુલાત કરી હતી. તેમજ ગઈ મગફળીની સીઝનમાં સીતાણા ગામનાં સૂરશભાઈ બાવાજીની દુકાનમાંથી રૂા.૧૦૦૦૦ હજારની ચોરી કર્યાની કબુલાત કરી હતી. આ શખ્સ ઘરનાં સભ્યો બહાર ગામ ગયા હોય ત્યારે ઘરફોડી કરવા વાળો છે. આ શખ્સ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. દરમ્યાન ચોરીનાં ભેદ ઉકેલવાની કામગીરીમાં પીએસઆઈ કે.કે.મારૂ તથા પોલીસ કોન્સટેબલ દેવાભાઈ ગરેજા તથા પોલીસ કોન્સટેબલ આઝાદસિંહ મુળુભાઈ તથા ડ્રાઈવર પોલીસ કોન્સટેબલ ગોપાલભાઈ હીરાભાઈ કીંદરખેડીયા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews