Thursday, January 21

જૂનાગઢ મહાનગરપાલિકાનું મહેકમનું રજીસ્ટ્રર પણ બન્યું નથી

જૂનાગઢ મહાનગરપાલિકા ના વખાણ ! દિવસે ન થાય તેટલા રાત્રે વધતા જઈ રહયા છે. છેક ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી સુધી મનપા તંત્ર વગોવાઈ ચુકયું છે. તેવી ચર્ચા મનપા વર્તુળમાં ચર્ચાઈ રહેલ છે. એક એવી પણ ચર્ચા ઉઠવા પામી છે કે, જૂનાગઢ મહાનગરપાલિકામાં મહેકમ અંગેનું કોઈ રજીસ્ટ્રર આજની તારીખે કમ્પલીટ નથી આ મહેકમ અંગેનું જાે રજીસ્ટ્રર બનાવવામાં આવે તો મનપાની શાખામાં કવોલીફાઈડ અધિકારીઓની ઘણી જગ્યાઓ ભરતી થવા પામે અને આડેધડ ઈન્ચાર્જથી જે ગાડુ ચલાવવામાં આવે છે તેને બદલે કોલીફાઈડ કર્મચારી – અધિકારીની નિયુકતી થઈ શકે તેવી ચર્ચા પણ હાલ જૂનાગઢ મનપા તંત્રમાં ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!