જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંઘ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા હાલમાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવેલ હોઈ, અસામાજિક તત્વો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના આપવામાં આવી હતી. તે અંતર્ગત હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ, લોકોને છૂટછાટ આપવામાં આવેલ છે. ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં જૂનાગઢ શહેર-જીલ્લામાં વ્યાજખોરો દ્વારા લોકોને હેરાન કરવાના બનાવો દરેક જગ્યાએ વધેલા હોવાની ફરિયાદો આવતી હોય, પ્રજાની મદદ કરવાની અને તેઓને કોઈ વ્યાજખોરો તરફથી બળજબરી કરવામાં આવતી હોય, વ્યાજના હપ્તાઓ માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય, બળજબરીથી નાણાં કઢાવવા માટે ધમકીઓ આપવામાં આવતી હોય કે ગેરકાયદેસર વ્યાજ વટાવનો ધંધો કરવામાં આવતો હોય, ખંડણી લેવામાં આવતી હોય તેઓની માહિતી આપવા જાણ કરવામાં આવેલ છે.
લોકડાઉનમાં છૂટછાટ આપ્યા બાદ લોકોના કામધંધા બંધ હોઈ, વ્યાજખોરો દ્વારા હપ્તાની ઉઘરાણી કરવામાં આવતા હોવાની, જેને લીધે વ્યાજખોર દ્વારા લોકોને ત્રાસ આપતા હોવાની ઉપરાંત વ્યાજખોરનું વ્યાજ નહીં ચૂકવી શકવાના કારણે મિલ્કતો પડાવવાના કારસાઓ કરતા હોવાની હકીકતો ખાનગી રાહે જાણવા મળતા, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા વ્યાજખોરીના ત્રાસથી કોઈ વ્યક્તિને હેરાનગતિ હોય તો, એચ.આઇ. ભાટી, પો.ઇન્સ., સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ મોબાઈલ નંબર ૯૭૨૭૭૨૨૪૮૮ તથા આર.કે. ગોહિલ, ઇન્ચાર્જ પો.ઇન્સ., લોકલ ક્રાઈમ બ્રાન્ચ, જૂનાગઢ મોબાઈલ નંબર ૯૯૨૫૩ ૮૨૯૧૮ ઉપર અથવા પોલીસ કન્ટ્રોલ રૂમ, જૂનાગઢનો સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે. ફોન કરનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને તેની ઓળખ ક્યાંય પણ જાહેર કરવામાં આવશે નહીં. જેથી, જૂનાગઢ પોલીસ વ્યાજખોરોના ત્રાસમાંથી લોકોને મુક્ત કરાવી શકે, તેવું જૂનાગઢ પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.
તાજેતરમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ બે ફરિયાદીઓની ફરિયાદ આધારે બે ગુન્હાઓ દાખલ કરી, કાર્યવાહી કરવામાં આવેલ છે. જે બંને ગુન્હાઓના ફરિયાદીઓ પાસેથી તગડી વ્યાજની રકમ વસૂલ કરી, દુકાન, વાહનો તેમજ ઘર ઉપર કબ્જો કરવાની કોશિષ કરવામાં આવેલ હોઈ, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એસ.ડાંગર દ્વારા ઝીણવટ ભરી તપાસ હાથ ધરી, આરોપીઓને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા લોકડાઉનના કપરા સંજોગોમાં વ્યાજખોરોને નાથવા તેમજ વ્યાજખોરીનો ભોગ બનતા લોકોને મદદ કરવાના મકાનો, જમીનો, વાહનો પડાવી લેવાના બનાવોને રોકવા તથા ખંડણીખોરને પકડી પાડવાનાં અભિયાન અને અભિગમના કારણે સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયીત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ભાવના દર્શાવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews