ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી પ્રજા કર્મચારીઓ સાથે સીધા સંપર્ક વિના સેવાનો લાભ મેળવી શકે તે માટે મહેસુલી સેવાઓને સરળ, ઝડપી અને ઓનલાઈન કરવાની દિશામાં રાજય સરકારે વધુ એક ડગલું આગળ વધાર્યું છે હવે મહેસુલી સેવામાં જમીન માપણીની સેવા ઓનલાઈન કરવામાં આવતા પ્રજાને માપણી પુરી થયા બાદ માપણીશીટ ઘરે બેઠા જ મળી જશે. મહેસૂલ વિભાગ અંતર્ગત આવતી જમીન માપણીની વિવિધ સેવાઓને ઓનલાઈન કરતા મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, મહેસૂલી સેવામાં મોટા ભાગની સેવાઓનું ફેસલેસ પધ્ધતિથી અમલીકરણ થઈ રહ્યું છે. જમીનોની માપણી માટે આ અગાઉ અરજદારે જિલ્લા જમીન દફતર નિરીક્ષક કચેરીમાં અરજી કરવાની રહેતી હતી. તેમજ માપણી ફી ચલણથી બેંકમાં ભરી કચેરીમાં રજૂ કરવાની થતી હતી. હવે, મહેસુલ વિભાગના આઈઓઆરએ પોર્ટલ ઉપર જમીન માપણીની કામગીરી ઓનલાઈન કરવાથી અરજદાર માપણી માટેની અરજી દુનિયાના કોઈપણ ખૂણેથી ઓનલાઈન કરી શકશે તેમજ સીસ્ટમ દ્વારા જ માપણી ફીની ગણતરી થશે અને માપણી ફી ઓનલાઈન ભરી શકશે. જેથી, અરજદારને કચેરીમાં રૂબરૂ જવામાંથી મુકિત મળશે. જેને કારણે સમયની બચત થશે અને ઝડપી કામગીરી થશે. આ ઉપરાંત સરકારી રેકર્ડ જેવા કે ગામ નમૂના-૭ તથા ૮-અ ઓનલાઈન મેળવી લેવામાં આવે છે. આથી અરજદારને ગામ નમૂના ૭ તથા ૮/અ જમા કરાવવામાંથી પણ મુકિત મળેલ છે. માપણીની અરજીની સર્વેયરને ફાફ્રવણી સીસ્ટમ દ્વારા સ્વયંચાલિત રીતે કરવામાં આવે છે. માપણીની નિયત કરેલ તારીખ તેમજ તબક્કાવાર કામગીરીની જાણ અરજદારને એસએમએસ/ઈ- મેઈલ દ્વારા સીસ્ટમ દ્વારા કરવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews