સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનની તેજસ્વી વિદ્યાર્થીની સુષ્ટિ ગોવિલકર અને કલાવતી કંસારાની પીએચ.ડી. પ્રવેશ સીન્ડીકેટ રદ કરતા ગુજરાત હાઈકોર્ટમાં રિટ

 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સન ર૦૧૮માં લેવાયેલ પીએચ.ડી. પ્રવેશ પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક સાથે પ્રથમ પ્રયત્ને પાસ કરી યુનિવર્સિટી મેરીટના તમામ ધારા ધોરણોને અનુસરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનમાં પીએચ.ડી પરવેશ પ્રાપ્ત કરનાર સૃષ્ટી ગોવિલકર અને કલાવતી કંસારાનો પ્રવેશ યુનિવર્સિટી સિન્ડીકેટની તા.૧૦/૭/ર૦ર૦ના રોજ મળેલી બેઠકમાં ઠરાવ નંબર ર૧થી રદ કરતા આ બન્ને હોનહાર વિદ્યાર્થીનીઓ પોતાના વકીલ હર્ષ વી. ગજજર મારફતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટીશન કરેલ છે.
અંગ્રેજી ભવનની આ બન્ને વિદ્યાર્થીનીઓના એડવોકેટ હર્ષ ગજજરે તા.ર૪/૮/ર૦ર૦ને સોમવારે નામદાર હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લીકેશન નં.૯૮૦૦/ર૦ર૦ના પ્રાથમિક હિઅરીંગ દરમ્યાન સિન્ડીકેટના ઠરાવને પડકારતા ધારદાર દલીલ કરેલ કે ઠરાવ યુજીસી રેગ્યુલેશન ર૦૧૬ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એકટ ૧૯૬પ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પીએચ.ડી. ઓર્ડીનન્સથી તદન વિપરીત રીતે પસાર થયેલ હોય અને કાયદામાં બિન અમલી હોય રદ થવાને પાત્ર છે. વિદ્યાર્થીનીઓ વકીલ હર્ષ વી.ગજજરની દલીલોને સાંભળ્યા બાદ નામદાર હાઈકોર્ટએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવને નોટીસ ફટકારી છે અને રિટ અરજી આગામી ૭ સપ્ટેમ્બર ર૦ર૦ના રોજ રાખેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!