ડો. સુભાષ ટેકનીકલ કેમ્પસમાં ગણેશોત્સવ-૨૦૨૦નું ઉત્સાહસભર આયોજન

ડો. સુભાષ ટેકનીકલ કેમ્પસ ખાતે દર વર્ષે કેમ્પસમાં ગણેશોત્સવનું આયોજન થતું રહે છે. આ વર્ષે પણ તા.૨૨ થી ૨૬ ઓગષ્ટ, ૨૦૨૦ દરમ્યાન ખૂબજ ઉત્સાહપૂર્ણ પાંચ દિવસીય ગણેશોત્સવનું આયોજન કરેલ છે. પર્યાવરણને ધ્યાને રાખીને ઇકો ફ્રેન્ડલી એટલેકે માટીનાં ગણપતિનું સ્થાપન કરેલ છે અને તેનું વિસર્જન પણ કેમ્પસમાં ટ્રી પ્લાન્ટેશન સાથે કરવામાં આવશે. ચાલું વર્ષે કોરોના સંક્રમણને કારણે વિદ્યાર્થીઓ કેમ્પસમાં ન હોવાથી માત્ર કર્મચારીઓ સાથે જ ગણેશોત્સવનું આયોજન કરેલ છે. સરકારની ગાઈડલાઈન્સનું ચૂસ્તપણે પાલન કરી ખૂબ જ ઉત્સાહભેર ઉત્સવ ઉજવવામાં આવેલ છે. આ આયોજન માટે સંસ્થાની કલ્ચરલ કમિટીએ જહેમત ઉઠાવી છે. આ સફળ આયોજન બદલ સંસ્થાના પ્રમુખ જવાહરભાઈ ચાવડા, કેમ્પસ ડાયરેક્ટર બી.જે.વાટલીયા અને સંસ્થાના ડાયરેક્ટર ડો. દીપક પટેલે કલ્ચરલ કમિટીની કામગીરીને બિરદાવી હતી અને દરેક સ્ટાફ મેમ્બરને શુભેચ્છાઓ પાઠવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!