કેશોદમાં માસ્કનાં વિરોધમાં અટકાયત બાદ રસ્તા રોકો આંદોલન

0

કેશોદ યુથ કોંગ્રેસ પ્રમુખ સાથે સામાન્ય જનતાએ માસ્ક પહેર્યા વગર કેશોદ ફુવારા ચોક નજીક કેશોદ મેંદરડા હાઈવે રોડ ઉપર બેસી ગયા હતા. યુથ કોંગ્રેસ પ્રમુખના જણાવ્યા મુજબ જે નાના લોકો પાસે એક હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે તેઓ જ અને તેટલો જ દંડ તાજેતરમાં કેશોદ ભાજપ પરિવાર દ્વારા જે રેલીઓ કાઢવામાં આવી હતી તેમાં પણ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવામાં નોહતું આવ્યું, ઘણા લોકોએ માસ્ક નહોતા પહેર્યા તેઓને દંડ કરવામાં આવે અને ફરિયાદો કરવામાં આવે તેવો વિરોધ કરવામાં આવ્યો હતો. કેશોદ ફુવારા ચોક નજીક યુથ કોંગ્રેસ કાર્યકરો અને આમ જનતા રોડ ઉપર બેસી ગયા હતા, અમે લોકો માસ્ક નહીં પહેરીએ તેઓ વિરોધ કરવામાં આવ્યો હતો. કેશોદમાં નાના અને મજૂર વર્ગના લોકો પાસે દંડ વસૂલવામાં આવે અને ફરિયાદ કરવામાં આવે છે. તો તાજેતરમાં યોજાયેલ રેલીઓ અને માસ્ક વગર દેખાઈ આવતા ભાજપ પરિવારના દરેક લોકો ઉપર દંડ અને ફરિયાદો કરવામાં આવે અને જો નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં યુથ કોંગ્રેસ દ્વારા રસ્તા લોક આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!