કોરોના સામેની તકેદારી સાથે જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ

0

જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા બી.એસ.સી., બી.એડ. એલ.એલ.બી., એમ.એ., એમ.એસ.સી., એમ.કોમ., એલ.એલ.એમ. સહીતની પરીક્ષાના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સવાર તથા બપોર, એમ બે સેશનમાં કુલ ૮૦ કેન્દ્રો ઉપર લેવાયેલ ગઈકાલની પરીક્ષામાં કુલ ૧૩૪૬૭ વિદ્યાર્થીઓમાંથી ૪૬૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. કુલ ૯૭ ટકા જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પરીક્ષાના પ્રથમ દિવસે કેમેસ્ટ્રી તથા અંગ્રેજી વિષયમાં કુલ ૧૪ કોપીકેસ કરવામાં આવ્યા હતા. જેમાં સુત્રાપાડા- ગીર ખાતે કુલ ૧૦ કોપીકેસ, કોડીનાર ખાતે ૧ કોપીકેસ તથા વંથલી ખાતે
૩ કોપીકેસ કરવામાં આવ્યા હતા. પરીક્ષાના વિવિધ કેન્દ્રો ઉપર સ્ક્વોડ દ્વારા તથા યુનિવર્સિટી ખાતેથી ઝ્રઝ્ર્‌ફ મોનીટરીંગ દ્વારા દરેક પરીક્ષા કેન્દ્રોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. વૈશ્વીક મહામારી કોરોના સામેની તકેદારીરૂપે પરીક્ષાના દરેક કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓ દ્વારા માસ્ક પહેરેલ છે કે નહી ? સેનીટાઈઝર અને સોશ્યલ ડીસ્ટન્સીંગ સહીતના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ
પ્રો.(ડો.) ચેતનભાઈ ત્રિવેદી દ્વારા સવારથી જ વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર રૂબરૂ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. વિદ્યાર્થીઓએ પણ શાંત અને સ્વસ્થ રીતે પરીક્ષા આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!