જૂનાગઢમાં નગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ તેમજ શાસક પક્ષના ટીમ અને શહેર ભાજપ પ્રમુખ શશીભાઈ ભીમાણી અને પદાધિકારીઓ ગઈકાલે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રૂબરૂ મળ્યા હતાં અને જૂનાગઢ શહેરની સમસ્યા, રસ્તાઓ, વિકાસના કાર્યો અંગે રજુઆતો કરી હતી એટલું જ નહીં આમ જનતાના પ્રશ્નોનો તત્કાલ નિવેડો આવે તે માટે સંબંધીતોને તાત્કાલીક સુચના આપવા પણ જણાવેલ હતું. મુખ્યમંત્રીશ્રી દ્વારા આ બાબતે તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવશે તેમ ખાત્રી આપી હોવાનું જાણવા મળે છે.
જૂનાગઢ શહેરનાં લોકોની મુખ્ય સમસ્યા હાલ રસ્તાઓની છે. આ સમસ્યાને લઈને ભારે તડાપીડ બોલી રહી છે. આ દરમ્યાન ગઈકાલે જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ અને પદાધિકારીઓ (ટીમ ધીરૂભાઈ ગોહેલ) તથા જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ શશીભાઈ ભીમાણી અને પદાધિકારીઓ મુખ્યમંત્રીશ્રીની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન જૂનાગઢ શહેરનાં વિવિધ પ્રશ્નો અંગે છણાવટ કરવામાં આવી હતી. ખાસ કરીને અધુરા રોડ જે માર્કેટીંગ યાર્ડનો રસ્તો અધુરો છે પુરો કરવો જે કામો કરી નાંખવામાં આવેલ છે તેનું સમયસર પેમેન્ટ થાય તે માટે પણ રજુઆત કરવામાં આવી હતી.
ઝાંઝરડા અંડર બ્રીજની ચોબારી રોડનાં રસ્તાની કામગીરી તાત્કાલીક પુરી કરવી આ ઉપરાંત જૂનાગઢ શહેરનાં તમામ માર્ગો માટે તત્કાલ કાર્યવાહી થાય તે માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા સંબંધીત અધિકારીઓને આદેશ કરવામાંઆવે તેવી રજુઆત કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવર માટેના બ્યુટીફિકેશન માટેની રજૂઆત કરી હતી. દામોદરકુંડ સામેનો આવેલો ફોરટ્રેકની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેવી સૂચનાઓ સંબધીત વિભાગને આપવા જણાવેલ હતું. આ ઉપરાંત સરકારશ્રી દ્વારા વીજળી માટે લાઈટીંગ વ્યવસ્થા માટે એસએલ કંપનીને કોન્ટ્રાકટ અપાયેલ છે. અને લાઈટીંગ અંગેની જવાબદારી આ કંપનીની છે. પરંતુ આ કંપનીનું કામ બરાબર નથી તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત જૂનાગઢનાં આગેવાનોએ કરી હતી. જૂનાગઢ શહેરનાં સંર્વાંગી વિકાસ માટે શાસકપક્ષની ટીમ અને જૂનાગઢ શહેર ભાજપની ટીમ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહયા છે. અને વહેલી તકે જૂનાગઢ શહેર રૂડુ રળીયામણું રહે અને પ્રજાને પ્રાથમિક સુવિધાનાં પ્રશ્નો અંગે પુરતી સુવિધા આપવા ભારે પ્રયાસો કરવામાં આવી રહયા છે અને તેના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રીને જૂનાગઢ શહેરનાં સંર્વાંગી વિકાસ માટેની રૂપરેખા દર્શાવી અને જે પણ સમસ્યા છે તે પણ હલ થાય તેવી કૃપા કરવા માટે પણ વિનંતી કરવામાં આવલ હતી. તો બીજી તરફ મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ આ અંગે યોગ્ય તાત્કાલીક પગલા ભરવાની ખાત્રી આપવામાં આવી હતી. સંબધીત અધિકારીઓને જૂનાગઢ શહેરનાં અણઉકેલ પ્રશ્નો અને વિકાસનાં કામોને ઝડપી પુરા કરવાનો આદેશ કરવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews