જૂનાગઢ જીલ્લાનાં બિલખા ખાતે રેલવે સ્ટેશન સામે રહેતા ધનજીભાઈ રત્નાભાઈ ઠુંમરે પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે ફરીયાદીની જમીન જુના હડમતીયાનાં રસ્તે સર્વે નં.૧૬૯ પૈકીની જમીન ખેતીની આવેલી હોય તેમાં વાવેતર ન કરેલ હોય દરમ્યાન આ જમીનમાં અમીન મામદ ઘાંચી, વાહીદ મામદ ઘાંચી, આરીફ રજાક ઘાંચી નામના શખ્સોએ પોતાના ઢોર-ઢાખર ચરાવવા હોય અને જમીનમાં મરજી પડે ત્યાં ચાલવું હોય ઘઉંનું કુંવર, કપાસની સાઠીઓ નાંખી દબાણ કરવું હોય તેમજ આ જમીન સસ્તામાં પડાવી લેવી હોય જેથી વગર વાંકે ફરીયાદીનાં ભાઈઓને આરોપીઓએ બિભત્સ શબ્દો કહી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવવામાં આવતાં પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ બીલખા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.કે. માલમ ચલાવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews