જૂનાગઢમાં ત્રણ મહિલા સહીત સાતને જુગાર રમતા ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચનાં હે.કો. એસ.કે.બેલીમ અને સ્ટાફે ઝાંઝરડારોડ હરીઓમનગર જીવનધારા સોસાયટી ખાતે આવેલા ગીતાબેન હર્ષદભાઈ આચાર્યનાં કબજા ભોગવટાના મકાનમાં જુગાર અંગે દરોડો પાડતા ગીતાબેન હર્ષદભાઈ, જલ્પાબેન હરેશભાઈ બાબરીયા, ચંદ્રીકાબેન મહેશભાઈ ઠુંમર તેમજ રાકેશ મગનભાઈ વામજા, ગોગનભાઈ ભીમાભાઈ મુળીયાસીયા, ચંદુભાઈ માનસીંગભાઈ રાઠોડ, મનુભાઈ વલ્કુભાઈ ડાંગર વગેરેને રૂા.૩૩૭પ૦ની રોકડ તેમજ મોબાઈલ ફોન, મોટરસાઈકલ, વગેરે મળી કુલ રૂા.૧,૩૪,૭૦૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
કેશોદનાં શેરગઢ ગામે જુગાર દરોડો
કેશોદ પોલીસનાં હે.કો. શબ્બીરભાઈ ઉંમરભાઈ અને સ્ટાફે શેરગઢ ગામે જુગાર અંગે દરોડો પાડતા સાત વ્યકિતઓને જુગાર રમતા રૂા.૬૯૯૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!