કોરોનાને કારણે વેપાર-ધંધા ઠપ્પ થઈ જતાં બેંકોએ લોનધારકોને ઓગસ્ટ મહિના સુધી ઈએમઆઈ ભરવામાંથી રાહત આપી છે. આ યોજનાનો લાભ લીધો છે, તેમણે ઈએમઆઈમાં જે વ્યાજ ચુકવવાનું થતું હતું તેના ઉપર પણ બેંકો વ્યાજ વસુલવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે પણ બેંકોને આમ કરતી ના રોકતા સુપ્રિમ કોર્ટે સરકારનો ઉઘાડો લીધો હતો. જસ્ટિસ અશોક ભૂષણની બેંચે જણાવ્યું હતું કે, સરકારે આખો દેશ લોકડાઉન કરી દીધો હતો તેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. સરકાર એક સપ્તાહમાં કોર્ટ સમક્ષ સોગંદનામું ફાઈલ કરે. સરકાર પાસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ બેંકોને વ્યાજનું પણ વ્યાજ વસૂલતી રોકવાની સત્તા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews