લોકડાઉન બાદ ગુજરાતમાં શુટિંગ શરૂ કરનાર પ્રથમ ક્રુમાંના એક બનવા માટે ખુશી છે : જય વ્યાસ

0

લોકડાઉન બાદ હાલ ગુજરાતમાં ઘણા બધા શુટિંગ શરૂ થઈ ગયા છે, જેમાં પ્રથમ વેબ ફિલ્મનું શૂટિંગ જય વ્યાસ પ્રોડક્શન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જય વ્યાસ પ્રોડક્શન બેનરની આ પ્રથમ વેબ ફિલ્મ છે. જેમાં ઇન એસોશિએટ તરીકે ડ્રીમ સંવાદ મીડિયા છે. જય વ્યાસ પ્રોડક્શને અગાઉ પણ ઇન એસોશિયટ તરીકે “બસ ચા સુધી સિઝન ૩” બનાવી છે અને હવે આવનારા સમયમાં સિઝન ૪ પણ આવવાની છે.
જય વ્યાસ પ્રોડક્શનના મેનેજિંગ ડિરેક્ટર જય વ્યાસ વાતચીત કરતાં જણાવે છે ” લોકડાઉન બાદ શુટિંગ શરૂ કરવું ખુબ જ જોખમી હતું પણ ઘણી એડ ફિલ્મ, ગીતો વગેરે શૂટ થઈ રહ્યા હતા. અનુકૂળ પરિસ્થિતિઓને લીધે સદ્‌નસીબે અમને જૂનાગઢમાં શુટ શરૂ કરવા માટે પરમીશન મળેલ અને સરકાર દ્વાર આપેલ એસ.ઓ.પી. મુજબ અમે આશરે ૪૦ જેટલા ઇન-હાઉસ ક્રુ મેમ્બર્સ સાથે શુટ કરી શક્યા. જેમનો આજે એક મહિનો પૂર્ણ થશે અને હવે મને તે જણાવતા આનંદ થાય છે કે, આ વેબ ફિલ્મ ટૂંક સમયમાં એક સારા ઓટીટી પ્લેટફોર્મ ઉપર આવી રહી છે.”જય વ્યાસ વધુમાં જણાવતાં કહે છે કે “આ વેબ ફિલ્મમાં તમને એક એવી પ્રેમ કથા જોવા મળશે જેમાં ક્યાંય પ્રેમ જ નથી. વધુ ખુલાસો કરતા તેઓ એ જણાવેલ કે આ વેબ ફિલ્મમાં તમને ઓજસ રાવલ, ઝીનલ બેલાણી, ગૌરવ પાસવાલા તથા સોનાલી દેસાઈ જોવા મળશે. આ વેબ ફિલ્મને હેનિલ ગાંધી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ જાણીતાં લેખક સંદીપ દવે દ્વારા લખવામાં આવી છે. સાથે જ સંદીપ દવે આ વેબ ફિલ્મમાં મ્યુઝિક ડિરેક્ટર રાહુલ રમેશ સાથે તેમનુ બેનર ડ્રીમ સંવાદ મીડિયા પણ ઇન્ટ્રોડ્યુસ કરે છે.”વધુમાં જણાવતા જય વ્યાસએ કહ્યું કે કોવીડ-૧૯એ મનોરંજન ઉદ્યોગ ઉપર મોટો પ્રભાવ પાડ્યો છે. દુનિયાભરમાં ફિલ્મ ફેસ્ટિવલ અટવાઈ ગયા છે. મ્યુઝિક કોન્સર્ટ મોકૂફ રાખવામાં આવ્યા છે, સિનેમા હોલ બંધ છે અને મૂવી રિલીઝ અનિશ્ચિત સમય માટે મોકૂફ કરવામાં આવી રહી છે.
ર્જીષ્ઠૈટ્ઠઙ્મ ડ્ઢૈજંટ્ઠહષ્ઠૈહખ્ત પગલે જીર્રર્ંૈહખ્ત જીષ્ઠરીઙ્ઘેઙ્મીજમાં વિક્ષેપ પડ્યો છે અને ઝ્રિીુનું એકઠા થવાનું જોખમી બને છે. મારા પ્રોજેક્ટ ‘હુ તને મળીશ’ વિશે વાત કરીએ તો અમે ૨૬ જુલાઈથી ૧ ઓગસ્ટ સુધી શૂટિંગ કર્યું છે અને આ પણ ગંભીર પરિસ્થિતિમાં શૂટિંગ દરમ્યાન અમારે પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. સદ્‌નસીબે, અમે સત્તાધીશ પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવવી અને સરકાર દ્વારા જારી કરાયેલ એસ.ઓ.પી. સાથે શૂટિંગ શરૂ કર્યું. એક ફિલ્મ નિર્માતા તરીકે, હું આશા રાખું છું કે કોવીડ-૧૯ જલદીથી સમાપ્ત થઈ જાય અને દરેક વ્યક્તિ પહેલાની જેમ કામ કરવાનું શરૂ કરી શકે.”

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!