આવતીકાલે જૂનાગઢના જિલ્લા શિક્ષણાધિકારી તરીકે આર.એસ. ઉપાધ્યાય ચાર્જ સંભાળશે

0

તાજેતરમાં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા ૩૪ જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમીક શિક્ષણાધિકારીની સામુહિક બદલી કરવામાં આવતા જૂનાગઢ જિલ્લાના શિક્ષણાધિકારી એન.કે.મકવાણા નર્મદા ખાતે બદલી થતા તેમની જગ્યાએ રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયની નિમણુંક થતા તેઓ આવતી કાલે શુક્રવારના રોજ સવારે ૧૧ કલાકે ચાર્જ સંભાળનાર છે. શ્રી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે તેઓ ૧ સપ્ટેમ્બર ૧૯૯૦ના રોજ ગ્રાન્ટેડ માધ્યમિક શાળા સામખીયાળી તાલુકો ભુજ જિલ્લો કચ્છમાં શિક્ષક તરીકે કારકિર્દિ શરૂ કરી ત્યા એક વર્ષ સર્વિસ બાદ તા.૮/૧૦/૧૯૯૧ સરકારી શાળા વલ્લભીપુર અને ર૦૦રમાં જી.પી.એસ.સી. પાસ કરી નેસડા સરકારી હાઇસ્કૂલમાં પ્રિન્સીપાલ તરીકે શિક્ષણ સેવા વર્ગ-રમાં આવ્યા શ્રી ઉપાધ્યાયે વધુમાં જણાવેલ કે વર્ષ ર૦૧૩-૧૪માં વર્ગ-૧માં પ્રમોશન મળતા તેઓને પ્રથમ નિમણુંક ગિરસોમનાથના પ્રાથમીક શિક્ષણાધિકારી તરીકે નિમણુંક થઇ હતી ત્યાંથી જિલ્લા શિક્ષણાધિકારી બોટાદ અને ત્યાંથી જિલ્લા પ્રા.શિ.અધિકારી સાબરકાંઠા ત્યા જિલ્લા પ્રા.શિ. અને જિલ્લા શિક્ષણાઅધિકારી તરીકે ડબલ ચાર્જ સંભાળ્યો હતો અને સુંદર કામગીરી ફરજ બજાવી હતી. ત્યાંથી જિલ્લા શિક્ષણાધિકારી તરીકે રાજકોટ તા.૩૧/૧ર/ર૦૧૮ના રોજ નિમણુંક થતા પોણાબે વર્ષ સુધી ફરજ બજાવી હતી અને શિક્ષણ જગતને લગતા અનેક પ્રશ્નોનું નિવારણ કર્યું હતું. તાજેતરમાંં તેઓની જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે નિમણુંક થતા તેઓ આવતી કાલે ચાર્જ સંભાળનાર છે. ગુજરાતની શિક્ષણજગતમાં પ્રમાણિક અને નિષ્ઠાવાન જિલ્લા શિક્ષણાધિકારી તેમજ ઉર્જાવાન વહીવટી કાબેલની છાપ ધરાવતા શ્રી ઉપાધ્યાયએ રાજકોટમાં પણ પ્રશસનીય સેવા આપી અને જૂનાગઢ ખાતે ચાર્જ સંભાળતા પૂર્વે તેઓએ જણાવેલ કે શિક્ષણ જગતના સારસ્વતોને સાથે રાખી શિક્ષણને ઉજાગર કરશું અને શિક્ષણને લગતા કર્મચારીઓ વાલીઓના કોઇપણ પ્રશ્ન હોય તેઓ વિના સંકોચે સિદ્ધો સંપર્ક સાધવા જણાવ્યું છે જેથી પ્રશ્નોનું ત્વરિત નિકાલ કરાશે તેમ અંતમાં જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!