જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં રીક્ષા ચોરીનાં બનેલા બનાવોમાં સંડોવાયેલા એક શખ્સને ગઈકાલે જૂનાગઢની એલસીબી પોલીસે ઝડપી લઈ અને તેની ઉંડાણપૂર્વકની પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પકડાયેલા શખ્સ પાસેથી કુલ આઠ રીક્ષા સહિતનો રૂા.ર.પપ લાખનો મુદામાલ જપ્ત કરેલ છે. રીક્ષા ચોરીનાં સાત ગુનાઓનો ભેદ ઉકેલવા પામ્યો છે. જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંગ પવાર, જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢનાં એલસીબીના ઈન્ચાર્જ પો.ઈન્સ. આર.કે. ગોહીલ અને સ્ટાફ દ્વારા મિલકત વિરૂધ્ધ ગુનાઓને શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન જામનગરના એક શખ્સને દબોચી લેતા તેની પાસેથી ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. સૌરાષ્ટ્રમાં રાત્રીના સમયે નીકળીને રીક્ષાઓ ચોરીને બાદમાં તેની નંબર પ્લેટ બદલી નજીવી રકમમાં વેંચી નાખતા ભેજાબાજ શખ્સને જૂનાગઢ એલસીબીએ ઝડપી લઈને આઠ રીક્ષા કબજે કરી છે.
જૂનાગઢ એલસીબી પીએસઆઈ ગોહિલ સહિતના સ્ટાફે ગઈકાલે ભવનાથથી મજેવડી દરવાજા તરફ આવતા એક રીક્ષા ચાલક હરીશ પ્રતાપ છગન ગોહિલ(ઉ.વ.૪૯, રહે.જામનગર, મોરકંડા)ને અટકાવીને કાગળો માંગતા તેની પાસે રીક્ષાના કાગળો ન હતા, બાદમાં તેની આકરી પુછતાછમાં આ રીક્ષા એક વર્ષમાં ૧૦ જેટલી રીક્ષા ચોરી હોવાનું સામે આવ્યું છે. હરીશ જામનગરમાં રીક્ષા ચલાવીને પરિવારનુું ગુજરાન ચલાવતો હતો. બાદમાં તે ચોરીના રવાડે ચડી ગયો હતો. તેણે ગીરનાર દરવાજા પાસેથી પ્યાગો રીક્ષા ચોરી દ્વારકાના મંગા રબારીને વેંચી નાંખી હતી, સકકરબાગ પાસેથી ચોરેલી રીક્ષા મંગાને વેચી હતી. ફરી એક રીક્ષા ચોરીને ઓખાના હનીફ સીદી સુરાણીને ર૦ હજારમાં વેચી હતી, સાબલપુર ચોકડી પાસેથી એક રીક્ષા ચોરીને મીઠાપુરના લખન સામત પરમારને ૧૯ હજારમાં વેચી હતી, સોમનાથમાંથી રીક્ષા ચોરીને બેટ દ્વારકાના મધુસુદન કુબાવતને ૩પ હજારમાં અને ભાવનગરમાંથી રીક્ષા ચોરીને રાજેશ કુબાવતને પ૦ હજારમાં વેચી નાંખી હતી. આ સિવાય સ્વામીનારાયણ મંદિર પાસેથી, રેલવે પાસેથી ચોરેલી રીક્ષા ભંગારમાં વેચી હતી, જયારે વીરપુરમાંથી ચોરેલી રીક્ષા યાકુબ માંડલીયાને ૧૬ હજારમાં વેચી નાંખી હતી. રીક્ષા ચોરીને તેની નંબર પ્લેટ બદલાવીને તે વેંચી નાંખતો હોવાનું સામે આવતા પોલીસે ૮ રીક્ષા કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચ.પો.ઈન્સ. આર.કે. ગોહીલ તથા પો.સ.ઈ. ડી.જી.બડવા તથા વાયરલેસ પો.સ.ઈ. ડી.એમ. જલુ તથા પો.હે.કો. વી.એન. બડવા, એસ.એ.બેલીમ, ડી.આર. નંદાણીયા, વી.કે. ચાવડા, બી.કે.સોનારા, ભરતભાઈ બી.ઓડેદરા, જીતેષ એચ.મારૂ, નિકુલ એમ. પટેલ, પો.કો. દિવ્યેશકુમાર ડાભી, ભરતભાઈ સોલંકી, જયદીપભાઈ કનેરીયા તથા પો.કો. સાહિલ સમા, કરશનભાઈ કરમટા, ડાયાભાઈ કરમટા, યશપાલસિંહ જાડેજા, દિનેશભાઈ કરંગીયા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews