જૂનાગઢનાં પાદરીયા નજીક દારૂ ભરીને આવતી કાર ઝાડ સાથે ટકરાતા દારૂની રેલમછેલ બોલી

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામી દેવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અને જુગાર સહિતની પ્રવૃત્તિ ઉપર પોલીસની વ્યાપક દરોડા પાડવામાં આવેલ છે અને સંખ્યાબંધ જુગારીઓને જુગાર રમતા ઝડપી લઈ તેમની સામે કાનુની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન ગઈકાલે જૂનાગઢ તાલુકાનાં પાદરીયા નજીક એક દારૂ ભરેલી કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અને દારૂની બોટલોથી રસ્તામાં રેલમછેલ બોલી હતી. ગઈકાલે મોડીરાત્રીનાં દારૂ ભરેલી એક કાર બુટલેગરો દ્વારા લાવવામાં આવી છે અને કોઈ કારણોસર આ સ્વીફટકાર ઝાડ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જાેકે મોડીરાત્રી બનેલી આ ઘટનામાં વાહન ચાલકો ફરાર બની ગયા હતાં. આ ઘટના અંગેની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ સગારકા અને પોલીસ કાફલો બનાવના સ્થળે દોડી ગયો હતો અને તપાસની કામગીરી હાથ ધરી હતી. મોડે સુધી તપાસનો ધમધમાટ ચાલી રહયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!