જૂનાગઢ સક્કરબાગ ઝૂ નવાબી સમયનું છે. તેમાં શાકાહારી, માસાહારી અને તૃણભક્ષી પ્રાણીઓ તેમજ વિવિધ દેશ-વિદેશનાં પક્ષીઓ છે. આ દેશ-વિદેશનાં પ્રાણી-પક્ષીઓને જાેવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ સક્કરબાગ ઝૂ ખાતે આવે છે. સક્કરબાગ ઝૂમાં રહેલા પ્રાણી-પક્ષીઓને જાેવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય જેને લઈને જૂનાગઢ સક્કરબાગ ઝૂને સારી એવી આવક પણ થાય છે. એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગનાં વિવિધ પ્રાણી-પક્ષીઓને અન્ય ઝૂને આપી ત્યાંથી વિવિધ પ્રાણી-પક્ષીઓ લેઈ આવવામાં આવે છે. દેશ-વિદેશથી આવતા વિવિધ પ્રાણી-પક્ષીઓએ સક્કરબાગ ઝૂનાં ખાસ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું
છે.
એશીયાયી સિંહોને નજરે જાેવા માટે લોકો સક્કરબાગ ઝૂમાં આવે છે ત્યારે સક્કરબાગ ઝૂ દ્વારા પણ અહીનાં સિંહોને અન્ય ઝૂમાં આપી ત્યાંથી વિવિધ દેશી-વિદેશી પ્રાણી-પક્ષીઓ લઈ આવવામાં આવે છે. ત્યારે વાત કરીએ સક્કરબાગ ઝૂમાં રહેલા માઉસ ડીયરની આ માઉસ ડીયરનું વજન સામાન્ય રીતે ૧.પથી ર કિલોનું હોય છે. તેને જાેતા જ વિચિત્ર લાગે છે. સક્કરબાગ ઝૂનાં જણાવ્યા મુજબ માઉસ ડીયરનું સક્કરબાગ ઝૂમાં સંવર્ધન વધે તે માટે ૬ વર્ષ પહેલા મેંગલોરનાં પીલીકુલા ઝૂમાંથી એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ માઉસ ડીયરની જાેડી લઈ આવવામાં આવી હતી. પરંતુ આ જાેડીને અહીનું વાતવરણ અનુકુળ ન આવ્યું હોય જેને કારણે સંવર્ધન આગળ વધ્યું જ નહી. હાલ સક્કરબાગ ઝૂમાં નર માઉસ ડીયર છે ત્યારે એકાદ વર્ષ પહેલા માદા માઉસ ડીયરનું ઉંમરનાં કારણે અવસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ માઉસ ડીયર પ્રાણી તૃણભક્ષી પ્રાણી હોવાનું જાણવા મળી રહ્યું છે અને હરણ જે ઘાસ સહિતનો ખોરાક આરોગે છે તે સહિતનો ખોરાક માઉસ ડીયરનો છે. સક્કરબાગ ઝૂમાં રહેલા માઉસ ડીયરએ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે. હાલ કોરોનાની માહામારીને કારણે સક્કરબાગ ઝૂ બંધ છે ત્યારે હવે તે ખૂલશે ત્યાર પછી જ લોકોને હવે તે જાેવા મળશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews