અંધેરી નગરી ગંડુ રાજા જેવો જૂનાગઢ શહેરનો ઘાટ, પ્રજાએ લગાવ્યા બેનરો

0

જૂનાગઢ શહેરની પ્રજા પ્રાથમિક સુવિધાના અનેક પ્રશ્નોથી પીડાઈ રહી છે. રસ્તા, પાણી, લાઈટ, ગટર સહિતનાં અનેક પ્રશ્નો આ શહેરની જનતાને મુંઝવી રહયા છે. અને વિકાસની બહુ મોટી વાતો સતત થયા કરે છે. પરંતુ પ્રજા તો ટેકસ ભરવા છતાં અનેક સુવિધાથી વંચિત છે. અને તેનો રોષ પણ સોરઠી જનતા જનાર્દનમાં જાેવા મળી રહયો છે. જૂનાગઢ શહેરમાં પ્રજાકીય પ્રશ્નો અંગે ગઈકાલે જાગૃત લોકોએ વિવિધ બેનરો લગાડયા હતાં. જેમાં ખાસ કરીને સતાધીશોને પુછે છે જૂનાગઢની જનતા દર વર્ષે રોડ કયારે સારા મળશે. તેમજ પહેલા વાહન પાર્કિંગ ખુલ્લા કરાવો પછી જ દંડની વસુલાત કરો. ઘરે-ઘરે નળમાં ચોખ્ખુ પાણી કયારે મળશે. ૧ થી ૧પ વોર્ડમાં ઘરે ઘરે પાણી કયારે મળશે. અને નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન કયારે સહિતનાં પ્રશ્ને આ બોર્ડ લગાડવામાં આવ્યા હતાં. પ્રજાનો એકજ જવાબ છે લોકોએ પાસેથી વિવિધ પ્રકારનાં કરવેરા વસુલ કરવામાં સુરી પુરી જૂનાગઢ મહાનગરપાલિકા પ્રજાના કોઈ પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરી શકતી નથી. ટેકસની વસુલાત સામે પ્રજાને સુખ સુવિધા તો આપવી જાેઈએ તેવો સવાલ ઉઠવા પામી રહયો છે. દરમ્યાન લોકોમાં એવી પણ ચર્ચા થાય છે કે જૂનાગઢ મહાનગરપાલીકામાં શાસન ભાજપનું છે. ગુજરાતમાં સરકાર પણ ભાજપની છે. કેન્દ્ર સરકાર ભાજપની છે અને મહાનગરપાલિકાના જૂનાગઢના શાસકો અવાર-નવાર પ્રશ્નોનાં ઉકેલ માટે ગાંધીનગર સુધીની દોટ લગાવે છે પરંતુ તેમની રજૂઆતને સરકારમાં કેમ કાને ધરવામાં નહીં આવતી હોય તેવો સવાલ આજે સર્વત્ર ચર્ચાનો વિષય બન્યો છે. પ્રજાકીય કામોને આ જૂનાગઢ મહાનગરપાલિકાની સરકાર કયારે પુરા કરી બતાવશે. તેવો સવાલ આજે ઉઠયો છે. આજે ખાલી બેનરો લાગ્યા છે આવતીકાલે મહાનગરપાલિકાને રોષે ભરાયેલી પબ્લીક તાળા પણ માર દીયે તો નવાઈ નહીં. જૂનાગઢમાં પ્રજાકીય પ્રશ્ને ખરેખર તો શાસકોએ લોક દરબાર ભરવો જાેઈએ અને જાહેરમાં જ પ્રજાના પ્રશ્નો સાંભળવા જાેઈએ અને આ પ્રશ્નો સાંભળ્યા બાદ શું કાર્યવાહી મનપા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. તેની વિગત પણ જારી કરવી જાેઈએ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!