જૂનાગઢ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડની બેઠકમાં સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા બાબતે શાસકો બાખડયા

જૂનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની આજે મહત્વની બેઠક યોજવામાં આવી રહી છે. જૂનાગઢનાં શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે યોજાયેલી બેઠક શરૂ થાય તે પહેલાં જ બેસવાનાં મુદે સામાજીક ડીસ્ટન્સ જાળવવા બાબતે શાસકો અને અધિકારીઓ બાખડી પડયા હતાં. અને શરૂઆતથી જ વાતાવરણ બખેડે ચડયું હતું. આજની આ જનરલ બોર્ડની બેઠકમાં એક તરફ પ્રજાકીય અનેક પ્રશ્નોની ગરમા ગરમ ચર્ચા તેમજ રસ્તા સહીતનાં મુદે શાસક પક્ષ સામે વિપક્ષ દ્વારા પણ બરાબરની ફાઈટ આપવામાં આવે તેવા નિર્દેશો મળી રહયા છે. આજની આ બેઠક પ્રજાકીય પ્રશ્ને હંગામીભર્યા વાતાવરણ બની રહે તેવું મનાઈ રહયું છે આ લખાય છે ત્યારે જનરલ બોર્ડની બેઠક શરૂ થઈ ચુકી છે અને પ્રજાકીય પ્રશ્ને તડાપીડ બોલાય તેવી શકયતા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!