ખંભાળિયાનાં પીઢ રઘુવંશી અગ્રણી વેપારીને શોકાંજલી અર્પતા પરિમલભાઈ નથવાણી

 

ખંભાળિયાના પીઠ અને સેવાભાવી લોહાણા અગ્રણી પ્રાણજીવનભાઈ હિંડોચા (ચનાશેઠ)નું તાજેતરમાં નિધન થતા ખંભાળિયા સહિત સમગ્ર હાલાર પંથકના જ્ઞાતિજનો, આગેવાનો, વિગેરેએ શોકની લાગણી અનુભવી હતી. ખંભાળિયામાં વિવિધ વ્યવસાય તથા સેવાકાર્યો સાથે સંકળાયેલા અને લોકોમાં આગવું સ્થાન મેળવી ચૂકેલા પ્રાણજીવનભાઈ રણછોડભાઈ હિંડોચા (ચનાશેઠ)નું ગત તારીખ ૨૧મીના રોજ ટૂંકી બીમારી બાદ નિધન થયું હતું. પ્રાણજીવનભાઈ (ચનાશેઠ)નું અવસાન થતાં ખંભાળિયાના મુળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પણ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. સ્વર્ગસ્થ ચનાશેઠ સાથેના તેમના સંસ્મરણો તથા યાદગીરીને તાજા કરી અને આ “વ્યક્તિવિશેષ”ના નિધનથી તેમણે દુઃખની લાગણી વ્યક્ત કરી, અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ- મોટી ખાવડીના સિનિયર પ્રેસિડેન્ટ અને યુવા આઈકોન ધનરાજભાઈ નથવાણીએ પણ પ્રાણજીવનભાઈ હિંડોચાના દુઃખદ અવસાનથી દુઃખની લાગણી કરી, તેમને શોકાંજલી અર્પણ કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!