જૂનાગઢ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા ત્રણ ડેમમાં ભરપુર પાણી છતાં પ્રજા પાણીથી વંચિત

0

આ વર્ષે મેઘરાજાની અવરીત કૃપા સમગ્ર જૂનાગઢ શહેર અને જીલ્લામાં રહી છે અને તેને કારણે જૂનાગઢ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા હસ્નાપુર ડેમ, વીલીગ્ડંન ડેમ, આણંદપુર ડેમ છલકાય ગયા છે. તેમ છતાં જૂનાગઢ શહેરના લોકોને રોજે રોજ પીવાનું પાણી પુરૂ પાડવામાં આવતું નથી તે અંગે વ્યાપક ફરીયાદો ઉઠી છે. દરમ્યાન જૂનાગઢના જાગૃત નાગરીક હરેશ બાટવીયાએ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર પાઠવી અને રજૂઆત કરતા જણાવેલ છે કે, જૂનાગઢ શહેરના લોકો ૩૬પ દિવસના કરવેરા ભરે છે પરંતુ તેમને યોગ્ય ન્યાય મળતો નથી તેમને દરરોજ પાણી મળતું નથી. આ ઉપરાંત કોર્પોરેશન ખોટા ખર્ચા કરી અને તેના બીલો દર્શાવી દેવામાં આવે છે. આ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા હસ્નાપુર, વીલીગ્ડન ડેમ અને આણંદપુર ડેમ છલોછલ ભરાય ગયા છે અને તેનું પાણી અત્યાર વેડફાઈ રહ્યું છે. ત્યારે આ વેડફાતુ પાણી તાત્કાલીક અટકાવી અને શહેરીજનોને રોજે રોજ પીવાનું પાણી મળી રહે તેવો પ્રબંધ કરાવવા આ પત્રમાં રજૂઆત કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!