જૂનાગઢનાં પુંજા દેવરાજ પાંચ વર્ષ પહેલાનાં ગુનામાં ત્રણ દિવસનાં રીમાન્ડ ઉપર

0

તાજેતરમાં છેલ્લા ૧૦ વર્ષથી નાસ્તા ફરતા આરોપી પુંજા દેવરાજ રબારીની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવતા સી ડિવિઝન પોલીસ દ્વારા સને ૨૦૧૬નાં મધુરમ વિસ્તારમાં બિલ્ડર સાથેના મારામારીના ગુન્હામાં ધરપકડ કરી ૩ દિવસના પોલીસ રીમાન્ડ મેળવેલ છે.
જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા છેલ્લા દસ વર્ષથી વોન્ટેડ પકડાયેલ આરોપી પુંજા દેવરાજ રબારીની દરેક ગુન્હામાં ઝીણવટભરી તપાસ કરવા સૂચના કરવામાં આવેલ છે. દરમ્યાન તા. ૧૬-૩-૨૦૧૬ ના રોજ જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં બાંધકામનો વ્યવસાય કરતા બિલ્ડર ફરિયાદી સુરેશભાઈ રવજીભાઈ બજાણીયા દ્વારા પોતાની સાઇટ ઉપર આવી, આરોપીઓ પુંજા દેવરાજ, નગા સરમણ, કમલેશ ધોકિયા તથા તેની સાથે અજાણ્યા ત્રણ માણસોએ રૂા. ૧,૨૦,૦૦૦ની ચીજ વસ્તુઓની ભાંગફોડ કરી, નુકશાન કરી, ફરિયાદીને બ્લોક લખી આપવા તથા મજૂરોને કામ ઉપરથી ભગાડી દેવા ધમકીઓ આપી, છરી લાકડીઓથી માર મારી, ગુન્હો કરેલ હતો. આ ગુન્હામાં તપાસ દરમ્યાન જે તે વખતે આરોપીઓ નગા સરમણ અને કમલેશ પરસોત્તમભાઈ ધોકિયાની ધરપકડ કરી, જેલ હવાલે કરવામાં આવેલ હતા. આ પકડાયેલ આરોપીઓની પૂછપરછમાં તથા તપાસ દરમ્યાન આરોપી પુંજા દેવરાજ રબારી નાસી ગયેલ અને છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ વી.યુ. સોલંકી તથા સ્ટાફના હે.કો. મેહુલભાઈ, ભગવાનજી ભાઈ, રોહિતભાઈ, ચેતનસિંહ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા આરોપી પુંજા દેવરાજભાઈ રાડાનો કબ્જો મેળવી, પૂછપરછ હાથ ધરતા, ઉપરોક્ત ગુન્હાની કબૂલાત કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, આ ગુન્હામાં અગાઉ પકડાયેલ બંને આરોપી નગા સરમણ રબારી તથા કમલેશ કુંભાર સાથે મળી, પોતે તથા પોતાનો મિત્ર સાયર ઉર્ફે સમીર મહમદભાઈ શેખ સાથે મળી આ ગુન્હો કરેલ છે, બાકીના બે અજાણ્યા માણસોને આ આરોપી સમીર શેખ ઓળખાતો હોવાની પણ કબૂલાત કરવામાં આવેલ છે. ઉપરાંત પકડાયેલ આરોપી પુંજા દેવરાજ રબારીને બટુકભાઈ હંસરાજભાઈ મકવાણાએ રાજકોટ ખાતે શરૂઆતમાં આશરો આપેલાની પણ કબૂલાત કરેલ છે. મોરબી ખાતે આશરો આપનાર સલીમ મહમદ શેખની પણ ધરપકડ કરવામાં આવેલ છે. ખૂન, ખૂનની કોશિશ, મારામારી, પ્રોહીબિશન, ખંડણી, લૂંટ, રાયોટિંગ, એટરોસિટી, મિલકતમાં આગ લગાડવી, જેવા આશરે ૩૦ જેટલા ગંભીર ગુન્હામાં સંડોવાયેલ અને ૯ જેટલા ગુન્હાઓમાં પકડવાના બાકી મોસ્ટ વોન્ટેડ આંતર જીલ્લા આરોપી પુંજા દેવરાજ રબારીની કબૂલાત આધારે નામદાર કોર્ટમાં રજૂ કરી ૩ દિવસના પોલીસ રીમાન્ડ ઉપર મેળવી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી સાયર ઉર્ફે સમીર મહંમદ શેખ તથા આશરો આપનાર બટુકભાઈ પરસોત્તમભાઈ મકવાણાને પકડી પાડવા માટે જામનગર અને રાજકોટ ખાતે સઘન તપાસ હાથ ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!