જૂનાગઢનાં આંબલીયા ગામેથી દેશી બનાવટની પિસ્તોલ તથા જીવતા કાર્ટીસ સાથે એક શખ્સને દબોચી લેતી ક્રાઈમ બ્રાંચ

0

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના અને જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે ચોકકસ બાતમીનાં આધારે આંબલીયા ગામનાં વસીમ સલીમભાઈ સુમરાનાં કબ્જામાંથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્તોલ-૧ કિંમત રૂા. રપ૦૦૦, જીવતા કાર્ટીસ-ર કિંમત રૂા. ર૦૦ મળી કુલ રૂા. રપર૦૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ જાહેરનામાનાં ભંગ બદલ ગુનો દાખલ કરેલ છે. તેમજ પકડાયેલ હથીયાર તેને અને ઈબ્રાહીમ ઉર્ફે ભીખો આમદભાઈ સીડાએ આપી એકબીજાને મદદગારી કરતા હથીયારાધારા ક. રપ (૧-બી), એ, ર૯, તથા જીપીએકટ ક. ૧૩પ મુજબ કાર્યવાહી અર્થે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાવેલ છે.
આ કામગીરીમાં જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં ઈન્ચાર્જ પીઆઈ આર.કે. ગોહીલ, પીએસઆઈ ડી.જી. બડવા, વી.એન. બડવા, ડી.આર. નંદાણીયા, વી.કે. ચાવડા, બી.કે. સોનારા, ભરતભાઈ ઓડેદરા, જીતેષ મારૂ, નિકુલ પટેલ, સાહિલ શમા, કરશનભાઈ કરમટા, ડાયાભાઈ કરમટા, યશપાલસિંહ જાડેજા, દિનેશભાઈ કરંગીયા, દિવ્યેકુમાર ડાભી, ભરતભાઈ સોલંકી, જયદીપભાઈ કનેરીયા વિગેરે પોલીસ સ્ટાફ જાેડાયો હતો.
માણાવદર ઃ જુગાર
માણાવદરનાં પો.કો. કિરણભાઈ અરજણભાઈ અને સ્ટાફે માણાવદરમાં જુગાર અંગે રેડ કરતાં બે પુરૂષ અને પાંચ મહીલાને રોકડ રૂા. ૩ર૪૦ સાથે ઝડપી લીધેલ છે.
માળીયા હાટીના ઃ જુગાર
માળીયા હાટીના તાલુકાનાં વડાળા ગામે માળીયા હાટીનાનાં પો.કો. પ્રફુલભાઈ કરશનભાઈ અને સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં પાંચ શખ્સોને રોકડ રૂા. ૩૮૮૦ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!