જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ અધિકારીઓ ઉપર લાલઘુમ

0

જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલે ગઈકાલે કોર્પોરેશનના અધિકારીઓનો ઉધડો લીધો હતો અને પ્રજાકીય વિકાસના કામો, સુવિધા સહીતના પ્રશ્ને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી પણ આપી હતી અને તાત્કાલીક તેનું પરીણામ સામે આવવા પણ જણાવી દીધું છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ બહુમતી સાથેની ટીમ કાર્યરત છે. મેયર ધીરૂભાઈ ગોહેલ અને શાસક પક્ષ છેલ્લા ૧ વર્ષ કરતા પણ વધારે દિવસો થયા આ શહેરના વિકાસ કામો માટે સતત પ્રયત્નશીલ છે. સરકારમાં તેમજ જયા પણ જરૂર પડે ત્યાં ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવે છે. ઢગલાબંધ અને કોથળા મોઢે નાણાની ફળવણી વિકાસ કામો માટે રકમ અનામત રાખવામાં આવી છે પરંતુ કોઈ કરતા કોઈ કામો આજ દિવસ સુધી જૂનાગઢ મનપા તંત્ર દ્વારા પૂર્ણ થયા નથી. સફાઈ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ સહીતના હાઉસટેક્ષ પ્રશ્નો કાયમને માટે ગાજરની પીપુડીની માફક સતત ગાજી રહ્યા છે. પ્રજાનો તીવ્ર આક્રોશ પણ સ્પષ્ટ જાેવા મળી રહ્યો છે. ગઈકાલે જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વિપક્ષ તથા શાસક દ્વારા પ્રજાકીય પ્રશ્નોને લઈને અસરકારક રજૂઆતો કરવામાં આવી હતી. ગઈકાલના જનરલ બોર્ડની બેઠકમાં મહત્વની બાબત એ પણ જાેવા મળી હતી કે સામાન્ય રીતે શાંત પ્રકૃતિના અને સરળ સ્વભાવના એવા મેયર ધીરૂભાઈ ગોહેલ પણ ખુલ્લેઆમ આ બોર્ડમાં અધિકારીઓ ઉપર પૂર્ણ જુસ્સાથી તુટી પડયા હતા એટલું જ નહીં મ્યુ.ના અધિકારીઓની જવાબદારી નકકી કરી પગલા લેવા તથા વિજીલન્સ અધિકારીની તાત્કાલીક નિમણૂંક કરવા પણ કમિશ્નરને આદેશ કરવામાં આવ્યો હોવાનું કાર્યાલયની એક યાદીમાં જણાવેલ છે. ગઈકાલે જૂનાગઢ શામળદાસ ગાંધી ટાઉનલ હોલ ખાતે યોજાયેલ જનરલ બોર્ડની બેઠક મેયર ધીરૂભાઈ ગોહેલના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં ડે.મેયર હિમાંશુભાઈ પંડયા, સ્ટે.ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, શાસકપક્ષ નેતા નટુભાઈ પટોળીયા, દંડક ધરમણભાઈ ડાંગર તથા શહેર ભાજપ પ્રમુખ શશીકાંતભાઈ ભીમાણી તેમજ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ તેમજ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં એજન્ડા આઈટમ નં.૧માં ઘરવેરામાં રહેણાંકની મિલ્કત ઉપર રર ટકા તા.૩૧/૭/ર૦ર૦ સુધી અને બિન રહેણાંક ઉપર ૩ર ટકા ઓનલાઈન ટેકસ ભરે તેને માફી આપવા ઠરાવ પાસ કરેલ અને સ્થાયી સમિતિ દ્વારા આ ઠરાવ પાસ કરવામાં આવેલ તે ઠરાવને આ બોર્ડમાં બહુમતથી પાસ કરેલ છે. જેથી લોકોને ડિસ્કાઉન્ટનો લાભ લઈ જૂનાગઢ મહાનગરપાલિકાનો વહેલી કે ટેકસ ભરવા અપીલ કરવામાં આવી છે. વિશેષમાં જનરલ બોર્ડમાં મેયર ધીરૂભાઈ ગોેહેલ અધિકારીઓ ઉપર લાલઘુમ અને ગુસ્સાથી અને જુસ્સાથી બોલ્યા હવે પછી કામ નહી થાય તો કર્મચારી, અધિકારીઓ સામે પગલા લેવામાં આવશે. તાત્કાલીક પ્રજાજનોના અને કોર્પોરેટરોના સોંપાયેલા કામનો નિકાલ લાવો તેમજ નબળા થયેલ કામો સામે કોન્ટ્રાકટર સામે બ્લેક લીસ્ટ કરવા કમિશ્નરને તાકીદે સુચના કરેલ છે અને અધિકારીને ઠપકો પણ આપેલ છે તેમજ આજના દોલતપરામાં માર્કેટીંગ યાર્ડ પાસે જે રોડ બનાવવાનો છે અને પ્રજાજનો હેરાન થાય છે તે રોડને તાત્કાલીક રીપેર કરવો અને જે તે મંજુરી જાેઈતી હોય તે જનરલ બોર્ડ આપે છે અને તાત્કાલીક આ રોડ બનાવવા જરૂરી સુચના આપવામાં આવેલ છે અને આ દરખાસ્તને કમિશ્નર તરફ યોગ્ય કાર્યવાહી અર્થે મંજુર કરેલ છે. જૂનાગઢ શહેરની સ્ટ્રીટ લાઈટો બંધ હોય, અવાર નવાર કોર્પોરેટરો અને પ્રજાજનો વચ્ચે અણસમજ પેદા થાય છે કારણ કે લાઈટ શાખાના કર્મચારીઓ ઉડતો જવાબ આપે છે. જેથી લાઈટ શાખાના જવાબદાર અધિકારી સામે પગલા લેવા જનરલ બોર્ડમાં નકકી કરવામાં આવેલ છે તેમજ પાણી પ્રશ્ને તથા રોડ, ગટર, સ્ટ્રીટલાઈટ જેવા કામો નબળા થાય છે તેની ગુણવતાપૂર્વક થાય તેની તકેદારી ધ્યાને લઈ વિજીલન્સ અધિકારીની નિમણુંક કરવા કમિશ્નરને તાકીદે સુચના કરેલ છે. ઉપરાંત મહાનગરપાલિકાની તમામ બ્રાંચો ઈન્ચાર્જને બદલે કવોલીફાઈડ અધિકારીઓની નિમણુંક કરવા, કમિશ્નરને સરકારમાં દરખાસ્ત કરવા જણાવ્યું હતું. તેમજ કર્મચારીઓનાં સેટઅપ પ્રશ્ને પગલા લેવા જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!