રાષ્ટ્રીયકૃત બેન્કોના ગોટાળામાં પાંચ વર્ષમાં પ્રજાના રૂા.૩,પ૦,૦૦૦ કરોડ ગાયબ થયા…!

0

કેન્દ્ર સરકારે સામાન્ય પ્રજાને લૂટવાનું શરૂ કર્યું છે. એટલું જ નહીં કોરોના મહામારીમાં પણ પ્રજાને વ્યાજ માફી આપવાને બદલે આફતના સમયે મદદ કરવાને બદલે કમાણીનો અવસર ઉભો કરનાર બેન્કો કમરતોડ વ્યાજ ઉપર વ્યાજ વસુલી રહી છે. મોદી સરકારના છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ રાષ્ટ્રીયકૃત બેન્કોમાં થયેલ નાણાકીય છેતરપિંડીમાં રૂા.૩,૪૦,રર૯ કરોડ જેટલી અધધ રકમ ગાયબ થઈ ગઈ છે. જયારે બેન્કોએ જુદા જુદા સર્વિસ ચાર્જના નામે ચાર વર્ષમાં રૂા.૧પ૦૦૦ કરોડ ગ્રાહકો પાસેથી વસુલ કર્યા છે. ભાજપ સરકારનું આત્મનિર્ભર અભિયાન છેતરપિંડી સમાન હોવાનો આક્ષેપ કરતા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે રૂા.ર૦ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે, પરંતુ તેના લાભાર્થી કોણ અને કોને કેટલો લાભ થયો તે હજુ સુધી આર્થિક નિષ્ણાતો પણ શોધી શકયા નથી. સામાન્ય વર્ગ, મધયમવર્ગ, વેપારી, ખેડૂતો, વિદ્યાર્થીઓ એક લાખ રૂપિયાની લોન માટે બેન્કોના પગથિયા ઘસી નાંખે છે જયારે બીજી બાજુ બેન્કોમાં રૂા.૩,પ૦,૦૦૦ કરોડની નાણાકીય છેતરપિંડી અને ઉચાપત કરનારાઓને છેલ્લા પાંચ વર્ષમાં કોણ રક્ષણ આપી રહ્યું છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા, કેન્દ્રીય નાણા મંત્રાલયના આયોજનબદ્ધ લૂંટતંત્ર ઉપર આકરા પ્રહાર કરતા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, મિનિમમ બેલેન્સ મેઈન્ટેઈન ન કરી શકનાર ખાતેદારો પાસેથી રૂા. ૯,૦૦૦ કરોડ અને એટીએમ ચાર્જીસ પેટે રૂા.૬,૦૦૦ કરોડ જેટલી માતબર રકમ વસુલી છે. એટીએમ ટ્રાન્ઝેકશન અને ડેબીટકાર્ડની મેઈન્ટેનન્સ ફી પેટે ર૦૧૯-ર૦ના એક જ વર્ષમાં રૂા.ર૬૮ કરોડ પંજાબ નેશનલ બેન્કે વસુલ્યા છે. એક તરફ બેન્કો જુદા જુદા સર્વિસ ચાર્જીસના નામે સામાન્ય અનર્જ મધ્યમ વર્ગ પાસેથી રૂા.૧પ,૦૦૦ કરોડ રૂપિયા જેટલી રકમ છેલ્લા ચાર વર્ષમાં વસુલી છે. બીજી બાજુ કેન્દ્રની ભાજપ સરકારે રૂા. ૬,૬૦,૦૦૦ કરોડ રૂપિયા જેટલી અધધ રકમ માનીતા ઉદ્યોગપતિઓની માફ કરી દીધી છે. મોદી સરકારમાં વર્ષ ર૦૧૩-૧૪ની રૂા.ર,૦પ,૦૦૦ કરોડ એનપીએ વધીને વર્ષ ર૦૧૮-૧૯માં રૂા.૧૧,૭૩,૦૦૦ કરોડ એટલે કે ૬૦૦ ટકાનો અધધ વધારો…!
સામાન્ય મધ્યમ વર્ગ, ખેડૂતોને સીધી આર્થિક મદદ કરવાની માંગ કરતા તેમણે જણાવ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થા સામે ગંભીર આર્થિક સંકટ સર્જાવાની સ્થિતિ ઉભી થઈ છે કેન્દ્ર સરકારની ખોટી આર્થિક નીતિઓ-પગલાને લીધે વર્ષ ર૦૧૮માં દેશની કુલ જીડીપીના ૭૦ ટકા દેવું હતું. જે ર૦ર૦માં વધીને ૭પ ટકા અને વર્ષ ર૦ર૧માં જીડીપીના ૯૧ ટકા જેટલું પહોંચી જશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ગુજરાતનું દેવું માર્ચ-ર૦૧૯ સુધીનું રૂા.ર,૮૮,૯૧૦ કરોડ છે. કોરોના મહામારીના સમયે દેશના દરેક વ્યકિતને સરેરાશ રૂા.ર૭ હજારનું નુકસાન જયારે ગુજરાતમાં વ્યકિત દીઠ રૂા.૪પ,૦૧૮નું નુકસાન થયું છે ત્યારે કેન્દ્ર સરકારે જાહેર કરેલ ર૦ લાખ કરોડ અને ગુજરાત સરકારે જાહેર કરેલ રૂા.૧૪,૦૦૦ કરોડનું આત્મનિર્ભર પેકેજ મૃગજળ સાબિત થઈ રહ્યું છે. ઉદ્યોગપતિઓ ઉદ્યોગગૃહો માટે તિજાેરી ખુલ્લી મુકનાર અને સરકારી સંસાધનો લૂંટાવનાર ભાજપ સરકાર કોરોના મહામારીમાં સામાન્ય મધ્યમવર્ગ ખેડૂતોને સીધી આર્થિક મદદ કરે તેવી માંગ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!