જૂનાગઢ, ચુડા અને શીલ ગામે જુગાર દરોડા

જૂનાગઢ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ સ્ટાફ દ્વારા ગઈકાલે આંબેડકર નગર બિલખા નજીક જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા પ મહિલાઓને રૂા.રપ૧૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમનાં જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ભેસાણ પોલીસે ચુડા ગામે જુગાર અંગે દરોડો પાડતા ૧૦ શખ્સોને રૂા.૩૮૭૪૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત શીલ ખાતે પોલીસે જુગાર અંગે દરોડો પાડતા ૯ મહિલાઓને રૂા.૬૩૮૦નાં રોકડ મુદામાલ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યાવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!