ઉના : દેલવાડા ગામે મચ્છુન્દ્રી નદીના પાણીમાં તણાયેલ ખેડૂતની શોધખોળ

0

ઉનાના દેલવાડા ગામે બેઠા પૂલ ઉપર મચ્છુન્દ્રી નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં પુલ ઉપરથી પસાર થઈ રહેલા ખેડૂતનો પગ લપસતાં તે તણાઈ ગયો હતો અને ગઈકાલે મોડી સાંજ સુધી તેની શોધખોળ ચાલુ રખાઈ હતી પરંતુ લાપત્તા બનેલ ખેડૂતનો પત્તો મળ્યો નહોતો. આ અંગેની વિગત મુજબ ગઈકાલે ઉનાના દેલવાડા ગામની સીમમાં અંજાર જતા બેઠા પૂલ ઉપર જેન્તીભાઈ લાખાભાઈ બાંભણીયા (ઉ.વ.૪૦) વાડી વિસ્તારમાંથી ચાલીને દેલવાડા આવતો હતો ત્યારે બેઠા પૂલ ઉપર મચ્છુન્દ્રી નદીનાં પાણીનો પ્રવાહ તેજ હતો. અકસ્માતે તેનો પગ લપસી જતાં નદીના પાણીનાં વહેણમાં તણાઈ અને ગરકાવ થઈ ગયો હતો. આ અંગેની અધિકારીઓને જાણ થતાં ટીડીઓ લીંબાણી, દેલવાડાના એએસઆઈ ધાંધલ, સરપંચ વિજયભાઈ બાંભણીયા તરવૈયા લઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીમાં ગરકાવ થયેલા ખેડૂતની શોધખોળ ચાલુ કરી હતી. જાે કે મોડી સાંજ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. દેલવાડાનો ચેકડેમ કમ કોઝવે સાવ નીચો છે. દર ચોમાસે પાણી ભરાતાં લોકોને હાલાકી થવા અંગે છેલ્લા ચાર વર્ષથી રજૂઆત કરવા છતાં પણ પુલ ઉંચો લેવાતો નથી ત્યારે જાનના જાેખમે ર૦ થી વધુ ગામના લોકો આ પૂલ ઉપરથી પસાર થતા હોય લોકોના હિતમાં તાત્કાલિક કાર્યવાહી કરવા માંગણી ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!