ઉના : માસ્ક પહેર્યું હોવા છતાં ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારાતા લોકોમાં કચવાટની લાગણી

0

ઉના શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા માસ્ક પહેરેલ હોવા છતાં પણ દંડ ફટકારવામાં આવતો હોય વેપારીઓ, રાહદારીઓ અને વાહનચાલકોમાં ભારે કચવાટની લાગણી સાથે લોકફરિયાદ ઉઠવા પામી છે. હાલ કોરોનાની મહામારી, મહામંદી ચાલી રહેલ છે ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરવું ફરજીયાત છે જેનું લોકો દ્વારા પાલન કરવામાં આવે છે.
પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા રાહદારીઓ, વાહનચાલકો તેમજ વેપારીની દુકાને જઈ માસ્ક પહેરેલ હોવા છતાં પણ ટ્રાફીક પોલીસ રોફ છાંટી, ગુનેગાર હોય તેવું વર્તન કરી અને દંડની વસુલાત કરવામાં આવતી હોય વેપારીઓ, વાહનચાલકો અને રાહદારીઓમાં કચવાટની લાગણી ફરી વળી છે. માસ્ક પહેરેલ હોવા છતાં પણ દંડ ફટકારવામાં આવતો હોય ટ્રાફિક પોલીસ માનવતાવાદી અભિગમ દાખવે તેવી લોકમાંગણી ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!