માણાવદરમાં વ્યાજના પૈસાની ઉઘરાણી બાબતે મકાનનાં ખોટા દસ્તાવેજ કરી ધમકી આપી ત્રણ સામે ફરિયાદ

જૂનાગઢ જીલ્લાનાં માણાવદરનાં બહારપરા વિસ્તારમાં રહેતા સંજયભાઈ જેરામભાઈ પંચોલી (ઉ.વ.ર૭) દ્વારા ભરતભાઈ હાજાભાઈ જાડેજા (રહે.રઘુવીરપરા માણાવદર), અરશીભાઈ ભાયાભાઈ ઓડેદરા રહે.જૂનાગઢ , દેવાભાઈ સવાભાઈ ઓડેદરા રહે.માણાવદર વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે આ કામના ફરીયાદીએ પોતાની માતા અને આ કામના (સાહેદ)ની સારવારના રૂપિયા નહી હોવાથી જેથી આ કામના આરોપી નં (૧) પાસેથી સાત ટકાના વ્યાજે રૂપિયા બે લાખ લીધેલ અને ફરીયાદી તથા સાહેદના હવાલાના મકાનના દસ્તાવેજ બે લાખ રૂપિયાના બદલામાં આપેલ અને આ કામના ફરીયાદીએ આ કામના આરોપી નં.૧) ને રૂપિયા બે લાખ તથા વ્યાજના રૂપિયા દોઢ લાખ આપી દીધેલ હોવા છતાં આ કામના આરોપી નં.(ર) નાએ આ કામના ફરીયાદીને ફોન કરી રૂપિયા એક લાખ સાઈઠ હજાર વ્યાજના તથા દસ્તાવેજના ત્રીસ હજાર તથા મુળ આપેલ રકમ બે લાખ મળી કુલ રૂપિયા ત્રણ લાખ નેવુ હજારની માંગણી કરેલ જે બાબતે ફરીયાદી તથા સાહેદને વિશ્વાસમાં લઈ વ્યાજ ઉપરના પૈસા મકાનની અવેજીમાં આપેલ. જે મકાન મુકત કરવાના અંગેનું કહી જે બાબતે આરોપી નં (૩) ના નામે મકાનનો ખોટો દસ્તાવેજ કરી દીધેલ હોય ત્યારબાદ આ કામના આરોપી નં(ર)નાએ ફરીયાદીને ભુંડીગાળો કાઢી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરીયાદીને પાસેથી રૂપિયા કઢાવવા માટે માનસિક રીતે હેરાન પરેશાન કરી રૂપિયા બદલામાં ફરીયાદીને મકાન ખાલી કરવાની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!